દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ રાત્રે ઘરેથી નિકળેલા યુવાનની સવારે લાશ મળી
એક સપ્તાહમાં બે મર્ડર અને લૂંટના બનાવથી પોલીસ કામગીરી સામે બુધ્ધિજીવીઓમાં રોષ
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી હત્યા, લૂંટ, ચોરી અને મારામારીના બનાવો શેરબજારના સેન્સેકસના ગ્રાફની જેમ સડસડાટ ચડી રહ્યો જેમાં એક સપ્તાહમાં બે-હત્યા અને લૂંટ જેવા ગંભીર બનાવોથી બુધ્ધીજીવીઓમાં પોલીસ કામગીરી સામે આંગળી ચિંધાય રહી છે.
કુવાડવા રોડ પર મેગો માર્કેટ પાસે મોડી રાત્રે યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી કરપીણ હત્યાના બનાવમાં પોલીસે મૃતકના બે સાળાને સકંજામાં લઇ આકરી પુછપરછ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા મથામણ કરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ધોરી માર્ગ પર મેંગો માકેટ પાસે ભોલા ગ્રીસ નજીક અજાણ્યા યુવકની મૃત હાલતમાં લાશ પડી હોવાની પોલીસ કંન્ટ્રોલને જાણ થતા કંન્ટ્રોલ રૂમે બી-ડિવિઝન પોલીસ મથંકને જાણ કરતા પી.આઇ. એમ.બી. આસુરા, ડી. સ્ટાફના પી.એસ.આઇ. એચ.એમ. જાડેજા અને ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પોલીસે મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં મોબાઇલ નંબરના આધારે મૃતકની ઓળખ મળી હતી. જેમાં મૃતક મૃળ પોરબંદર શહેરના નવી ખડપીઠની ખાડીયા વિસ્તારનો અને હાલ રાજકોટના નવા ગામ મામાવાડી વિસ્તારમાં સસરા ઘરે રહેતો મુકેશ કાના સોલંકી નામનો 32 વર્ષીય દેવી પૂજય યુવાન હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી પ્રાથમિક તપાશમાં મૃતક મુકેશ સોલંકીને ગત રાત્રે પત્ની સોનલબેન સાથે ઝઘડો થયો હતો અને સાળા વચ્ચે પડ્યા હતા. ઝઘડા બાદ પતિ મુકેશ ઘરેથી ચાલ્યો ગયો હતો અને સવારે મૃતદેહ મળતા પત્ની સોનલબેન દ્વારા હૈયાફાટ રૂદન કરતા હતા. જયારે હત્યામાં પોલીસને ઘટના જ ઘાતકી હોવાની શંકાએ પોલીસ સ્ટાફ દ્વારા મૃતકના સાળા સુરેશ ઉર્ફે ભાણો અને ગોવિંદ ઉર્ફે ભાણાને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી છે.
પુત્રની હતયાની જાણ પોરબંદર ખાતે રહેતા પરિવારજનોને કરતા તેઓ રાજકોટ આવવા રવાના થયા છે.
મૃતક મુકેશ સોલંકી ભંગારનો ધંધો કરતો હતો અને સંતાનમાં ત્રણ પુત્ર છે તેમજ મુકેશના મોતથી ચાર બહેને એકનો એક ભાઇ અને પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.
બી-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા પી.આઇ.એમબી આસુરા અને કોન્ટટેબલ વિક્રમસિંહ સોલંકી સહિતના સ્ટાફ દ્વારા ચક્રોગતિમાન કર્યો છે.