માનસિક તણાવ તન-મનથી અપંગ કરી નાખે તે પહેલા સાવધાન
કોરોના કાળ બાદ સમાજમાં વધતુ જતુ ડીપ્રેશનનું પ્રમાણ: મોટી-મોટી હસ્તીઓ પણ ડિપ્રેશનનો શિકાર બની
માનસિક બિમારીને નજર-અંદાજ ન કરો, લક્ષણો જોઇને આજે જ ઇલાજ કરાવો
કયાય મન ન લાગતુ હોય, આખો દિવસ બેચેની રહેતી હોય, સતત આવુ થઇ રહ્યુ તો તેને ગંભીરતાથી લઇને ડોકટરની સલાહ લેવી જોઇએ. કાણ કે અંટેશન ડેફિસિટ ડ્રાઇપર એકિટવિટી ડિસઓર્ડર એક માનસિક બીમારી છે. તેનાથી કાર્ય પ્રણાલી અને જીવનશૈલી પર અસર થાય છે એટલે તેને નજરઅંદાજ કરવુ ન જોઇએ. ખાસ કરીને અત્યારની ભાગદોડના જીવનમાં પોતાની જાત પર ધ્યાન ન આપવાની આદતા કારણે આપણે અંદરના અંદર ગુટીયા કરીએ છીએ. દૈનીક જીવનમાં નાની-મોટી સમસ્યા જેમ કે ઉઘ ન આવવી, બેચેની થવી, મનગતમતી વસ્તુમાં રસ ન લાગતો, માનસીક તણાવ જન્મવો ચિડીયા પણુ, આપઘાતના વિચારો આવે તો તરત જ ફેમીલી ડોકટર અથવા માનસિક વિભાગના તબીબનો સંપર્ક સાંધી વ્યક્તિએ યોગ્ય ઇલાજ કરાવવો જાઇએ. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેત તો વ્યક્તિ માનસિક બિમારીથી કંટાળી આપઘાત પણ કરી શકે છે. શારીરિક સ્વસ્થયને લઇને માનસિક સ્વસ્થયને પણ નજર અંદાજ ન કરવો જોઇએ.
સામાન્ય વ્યક્તિને પૂછો કે માનસીક બીમારી એટલે શુ? તો તે ડિપ્રેશન અથવા તો પાગલ પણુ એમ જ જવાબ આપશે. જો કે સાપકીટીના ડોકટરના કહેવા મુજબ 200થી વધુ પ્રકારની માનસિક બીમારીઓ હોઇ શકે છે. આ દરેક બિમારીનો ઇલાજ શકય છે. પરતુ સમાજમાં અનેક લોકો માનસિંક બિમારીથી પીંડાઇ રહ્યા હોય છે. પરતુ કોઇના કોઇક કારણોસર, કોઇની બિકના લીધી, સામાજિક ડરની કારણે, બીજા લોકો પોતાના પાગલ ગણશે એમ માનીને પોતે જ કંઇ પાગલ ગણશે એમ માનીને પોતે જ કંઇ પાગલ તો નથી થઇ ગયાને એમ માની ને.. જેવા અસંખ્ય ન સમજાય કે ન માનવામાં આવે રહેવા કારણો આપીને પોતાનો ઇલાજ કરાવતા હોય નથી. વળી તેમના મનમાં આ બિમારીને લઇને અનેક ખોટી માન્યતાઓ પણ પ્રવૃતી હોય છે કે જો ડોકટર પાસે જઇશ તો મારા પર પાગલનુ લેબલ લાગી જશે?
કોરોના કાળ બાદ સમાજમાં દિવસેને દિવસે ડિપ્રેશનનુ પ્રમાણ વધી રહ્યુ છે. આ બિમારીના કારણે વ્યક્તિ પોતે તો જ હેરાન થાય જ છે, પણ સાથે સાથે તેનો પરિવાર પણ એટલી જ હાલાકી ભોગવે છે. હાલના સમયમાં વધતી જતી મોંઘવારી, ર્સ્પધાઓ, હરીફાઇઓ, જીમવાની જીદ, સોશિયલ મીડિયાની આદતો, કપાય જતુ ન કરવાનો સ્વભાવ, લંઘુતા ગ્રંથિ, તામસી સ્વભાવ માનસ માત્રનો સંકુચિત સ્વભાવ આ બધા જ પરિબળો ના કારણે સમાજમાં માનસિક બિમારીનું પ્રમાણ કુદકેને ભુસકે વધી રહ્યુ છે. તેવા સંજોગોમાં સમાજમાં આ બિમારીઓ પ્રત્યેની જાગૃતિ વધે તે જરૂરી છે.
સૌથી જરૂરી એ છે આ માનસિક બિમારીઓનુ જલ્દી નિદાન થાય અને જલ્દી તેની સારવાર કરવામાં આવે. બીમારી જેટલી જુની બને તેટલી જ લાંબી ચાલે છે અને એટલી જ મુશ્કેલ ઇલાજ બને છે. પણ તે અંગે સમાજમાં માનસિક બીમારીની સારવાર અંગે અનેક ખોટી માન્યતાઓ છે જો આપણને આવો કોઇ વિચાર આવે તો ડોકટરનો અચૂક પણે વાત કરી બીમારીનો ઇલાજ કરવો જોઇએ.
જન્મજાત જીનેટીક બંધારણના કારણે પણ માનસિક બિમારી ઉદભવી શકે: ડો. રાજેશ રામ
વર્તમાન સમયમાં શરીરના રોગો કરતાય મનના રોગો વધુ ધ્યાનાર્ષક બન્યા છે. માનસિક તાણ એવી જ એક સમસ્યા છે, જે આધુનિક મેડિકલ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્વનો મુદ્દો બન્યો છે. તેનુ મુખ્ય કારણ એ છે કે શરીરની અનેક સમસ્યાઓ શરીરના અનેક રોગોનુ મુળ સાથે જોડાયેલુ હોય છે. એટલે હદ સુધી કે મનની આ સમસ્યા માણસને તન-મનથી સાવ ભાંગી નાખે છે. ‘કંઇક અજુગનું બની જશે’ એવો મનમાં રહેતો સતત ભય પણ માનસિક તાણનુ એક સ્વરૂપ છે. કોરાના કાળ પછી વ્યક્તિમાં ડીપ્રેશન, ચિંતા રોગ, કોબીયા, ડુમરોગ, સાપકો સીરી જેવા રોગો જોવા મળે છે. યુવાન અવસ્થામાં વ્યવસાયિક પરીબળો, અભ્યાસની ચિંતા, અન્ય લોકોનું પ્રેસર, મગજમાં જુદા-જુદા રસાયણોની ખામી, વારસાગત માતા-પિતાના રોગો, દારૂ-જુગાર તમાકુ વ્યસનનુ સેવન, સોશ્યિલ મીડિયાનુ એડીકશન, જેવા મુખ્ય કારણોમાં વિચારો હાવી થઇ જતા લોકો આપઘાત કરવા તરફ પ્રેરાય છે. ઘણી વખત તો બાળકના જન્મ સમયે માતાએ કાળજી ન રાખી હોય, માતા-પિતા બિમાર હોય, ઇનફેકશન લાગે, નાનપણમાં બિમારી હોય, મગજનો વિકાસ અંધુરો રહે, બાળપણમાં અમુક લોકો દ્વારા શોષણ થયુ હોય તેવા કીસ્સામાં પણ જન્મજાત ખોટ-ખાંપણ સહિત શારીરીક માનસીક રોગો ઉદભવતા હોવાનુ ન્યુરો સાઇકાટ્રીસ એમ.ડી. રાજેશ રામે જણાવ્યુ હતું.
શરીરના અવિભાજ્ય અંગ એવા મનની તંદુરસ્તી પણ ખાસ જરૂરી: ડો. મુકેશ પટેલ
મનએ શરીરનુ અવીભાજપ અંગ છે, શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ જરૂરી છે. વ્યક્તિના જીવનમાં સંબંધોની ઉણય થાય, પસંદગીનુ કામકાજ ન મળે, આર્થીક સંકડામણ સર્જાય, લગ્ન ન થાય, શરીર તંદુરસ્ત ન રહે, પ્રતિષ્ઠાને હાની પહોચે છે ત્યારે વ્યક્તિ માનસિક બિમારીનો ભોગ બને છે. માનસિક તણાવ અનુભવતી વ્યક્તિ ઉઘમાં અસર, પારિવારીક લાગણીઓમાં અસર, ભુખ, પટના રોગો પર અસર, વર્તન બહારમાં અસર, એકલવાયુ જીવન જીવે, વર્તન વ્યવહારમાં ફેરફાર થાય, ખોટો કર લાગે, તેવા સમયમાં માનસિક બિમારી શરૂ થયાના લક્ષણો જણાય આવે છે. મનોરોગી વ્યક્તિએ મનોચિકિત્સકનો સંપક કરવો, ખોટુ ડિપ્રેશન કરવુ, સ્પુસાઇટના વિચારો પર કંટ્રોલ કરવો, યોગાસન કરવા, ફેમીલી સાથે સમય ગળવો સતત કાઉન્સેલીગ કરવુ, સરકારની હેલ્પલાઇનો સંપર્ક સાધવા સિવિલ હોસ્5િટલના માનસિક વિભાગના સહ પ્રધ્યાપક મુકેશ પટેલે જણાવ્યુ છે.