દેશમાં રૂપિયા અને પૈસાની સકલ ચેન્જ થવાની છે, આવનારા સમયમાં માત્ર 50 રૂપિયાની નોટ જ નહીં પરંતુ બધી જ નાની મોટીનોટ અને સિક્કાને નવી ડિઝાઇન સાથે લાવવાની તૈયારી ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ બધુ કરવા માટે રિઝર્વ બેંકને નાણામંત્રાલય પાસેથી લીલી ઝંડી મળી ગઇ છે.રિપોર્ટમાં સૂત્રોના હવાલા પરથી જાણકારી આપવામાં આવી છે રે 100,20,10 અને 1 રૂપિયાની નોટ નવી ડિઝાઇનમાં આવશે. ફરીથી એક વખત 1000 રૂપિયાની નોટ પણ આવવાની શક્યતા છે. માત્ર નોટ જ નહીં પરંતુ સિક્કા પણ નવા રૂપમાં લાવવાની તૈયારીમાં છે. નવી નોટની સાઇઝ હાલના આકારની સરખામણીમાં નાની હશે. સિક્કાના આકારામાં પણ ફેરફાર કરવામાં આવશે.
હાલમાં 100 રૂપિયાની નોટ 157 એમએમ લાંબી અને 73 એમએમ પહોળી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર 100 રૂપિયાની નવી નોટ લંબાઇમાં 500 રૂપિયાની નોટ કરતાં પણ નાની હશે. પરંતુ 100 રૂપિયાની નવી નમોટની પહોળાઇ 500 રૂપિયાની નોટ જેવી જ હશે.સરકારની અનુમતિ સૂત્રોનું કહેવું છે કે નવી ડિઝાઇનને નાણા મંત્રીથી મંજૂરી મળી ગઇ છે.
નવી નોટના છાપકામમાં સારા મટિરીયલનો ઉપયોગ થશે, કારણ કે આ નોટ વધારે ટિકાઉ થાય. સૂત્રોનું કહેવું છે કે પ્લાસ્ટિકની નોટનો હાલમાં ટ્રાયલ ચાલી રહ્યો છે. નવી નોટ હાલના નાણાકીય વર્ષના અંત સુધીમાં આવી જશે. 200 રૂપિયાની નોટ દિવાળી સુધી આવવાની શક્યતા છે.