ટેલીકોમ ક્ષેત્રમાં વોડાફોન, એરટેલ, આઈડીયા જેવી કંપનીઓને તીવ્ર હરિફાઈ આપી હંફાવ્યા બાદ હવે, રિલાયન્સ જીઓએ લેપટોપ ઉત્પાદન ઝંપલાવ્યું છે. સસ્તા દરે જીઓનાં મોબાઈલ લોન્ચ કર્યા બાદ હવે, રિલાયન્સ સૌથી સસ્તા લેપટોપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એપ્પલ નીર્મિત ‘નોટબુક’ની જગ્યા હવે, રિલાયન્સના લેપટોપ ‘જીઓબુક’લેશે.
રિલાયન્સ જીઓનાં લેપટોપ આગામી જુલાઈ માસ સુધીમાં લોન્ચ થાય તેવી શકયતા છે. આ લેપટોપનું નામ ‘જીઓબુક’ રાખવામાં આવ્યું છે. જે 4જી કનેકટીવીટીથી સજજ હશે. આ સાથે આમાં સ્નૈપફેગન 665 પ્રોસેસર હોઈ શકે છે. કંપની આ લેપટોપની કિંમત અન્યોની સરખામણીએ ઓછી રાખવા પોતાનો ઓએસ જીઓઓએસ આપશે. જો કે, રિલાયન્સ તરફથી આ માટે કોઈ આધિકારીક જાણકારી અપાઈ નથી.
એકસડીએ ડેવલપર્સનાં અહેવાલ અનુસાર, ‘જીઓબુક’ લેપટોપ માર્કેટમાં આવતાની સાથે જ ધૂમ મચાવશે જેની કિંમત ઓછી હોવાની સાથે ‘હાઈફાઈ’ સુવિધા આ પાછનું મૂળ કારણ રહેશે. અપકમીંગ જીઓબુક લેપટોપમાં મોટી સ્ક્રીન હશે જેનું રીઝોલ્યુશન 1366×768 પિકસલ હશે સાથે જ તેમાં કવાલકોમ સ્પૈનફેગન 665 ચિપસેટ મળશે. જીઓબુકમાં રજીની LPDDR4X રૈમ પણ મળી શકે છે. 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ અને 4જીબીરેમ મળશે.
‘જીઓબૂક’ લેપટોપ ડયુઅલ બેંડ વાઈફાઈથી સજજ હશે
રિલાયન્સ જીઓના ‘જીઓબુક’ લેપટોપની કનેકિટવીટી ‘હાઈફાઈ’ હશે તે ડયુઅલ બેંડ વાઈફાઈથી સજજ હશે. આ લેપટોપમાં મિની એચડીએમઆઈ કનેકટર મળશે. આ સાથે બ્લુટુથ જેવા સામાન્ય કનેકિટીવીટી ફીચર્સ પણ જીઓબુકમાં ઉપલબ્ધ હશે. રિલાયન્સ જીઓ કંપની કવાલકોમ ઓડિયો કિલપ પણ આપશે જે લેપટોપ અને કમ્પ્યુટરની સાઉન્ડ કવોલીટીને અનેકગણી વધારી દેશે.