ભારત-નેપાળ બોર્ડર પર નેપાળ પોલીસે એક ભારતીય યુવકને ગોળી મારીને હત્યા કરી નાખી છે અને એક યુવક લાપતા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણ ભારતીય યુવાનો ફરવા માટે પીલીભીતની તરફથી નેપાળ ગયા હતાં. આ દરમિયાન યુવકની સાથે નેપાળ પોલીસે સાથે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં ગોળી લાગતા એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. ગોળીબાર દરમિયાન એક યુવક ત્યાથી પોતાનો જીવબચાવીને ભારતી સીમાં પર ધૂસી ગયો હતો. પરંતુ ત્રજો યુવક હજી પણ લાપતા છે.
પીલીભીતના એસપી અનુસાર,નેપાળ બોર્ડર પર નેપાળ પોલીસની સાથે કોઈ વાતને લઈને ત્રણ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન નેપાળ પોલીસે ફાયરિંગ કર્યું હતું અને તેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. એક યુવક ભારતીની બોર્ડરમાં ધૂસી ગયો છે અને એક યુવક હજી શોધી શકાયું નથી. જે યુવક પોતાનો જીવ બચાવીની ભારતમાં ધૂસ્યો છે તેને સોધીને પૂછપરછ કરવામાં આવ છે. હાલમાં બોર્ડર પર શાંતિ વ્યવસ્થાની કોઈ સમસ્યા નથી.
માહિતી અનુસાર, આ ઘટના કેપચૂઈ ગામમાં થઈ છે. નેપાળ પોલીસ યુવકનો મૃતદેહ પોતાની સાથે લઈ ગયો છે. મૃતદેહને બિલોરી પ્રાથમિક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ ઘટના પિલર સંખ્યા 38 અને 39ની વચ્ચે થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ત્રણ યુવની ઓળખ ગોવિંદા સિંહ,ગુરમીત સિંહ, પપ્પૂ સિંહ હોવાનું જાણવા મળ્યું છે અને ત્રણયેલ યુવક ભારતના હજારા થાના ક્ષેત્રના ગામ રાધવપુરી ટિલ્લા નંબર ચારના હોવાના માહિતી મળી છે.
આ ઘટનાની જાણ થતા જ પીલીબીત પોલીસ બોર્ડર પર તૈનાત થઈ ગઈ છે. બોર્ડર પર ફોર્સ પૂર્ણ રીતે અલર્ટ ચે. સીઓ,એસડીએમ સહિત તમામ ઉચ્ચઅધિકારીએ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નેપાળ પોલીસે ભારતીય પોલસ અને એસએસબી દ્વારા સંપર્ક રાખવામાં આવ્યો છે.