ત્વચા ચમકદાર, સાંધાના દુ:ખાવાના રાહત, વજનમાં ઘટાડો સાથે યાદશકિત પણ વધશે
બાળકોની લઇને સૌ કોઇને ગળ્યો ખોરાક મીઠાઇ ભાવતી જ હોય છે. પરંતુ વધુ પડતો ખાંડ વાળો કે મીઠો ખોરાક શરીર માટે નુકશાનકારક પણ સાબિત થાય છે તે ભુલવું જોઇએ નહિ, ખાંડનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે. અને શરીરમાં એનર્જી વધે છે. આપણે શારિરીક રીતે ઓછો શ્રમ કરીએ છીએ તેની સામે ખાંડવાળો, ગળ્યો ખોરાક વધુ માત્રામાં ખાઇએ છીએ જો એક મહિના માટે તમે ખાંડ વિનાનો ખોરાક ખાવાનું ટાળશો તો તમે શરીરમાં નવું જ ચેતન પ્રાપ્ત કરશો. શરીરમાં અલગ જ અનુભૂતિ કરી શકશો. ઘણા લોકોને જમ્યા પછી પણ મીઠી વસ્તુ ખાવાની આદત હોય છે. શિયાળામાં અડદિયા વગેરે તો ઉનાળામાં મિલ્ક શેક, વધુ પડતી ઠંડી હોય તો ગરમા ગરમ જલેબી, હલવો વગેરે લોકો ખાતા હોય છે. આ ઉપરાંત સામાજિક કે લગ્ન પ્રસંગોમાં પણ લોકો મીઠાઇ ખાવામાં પાછુ વાળીને જોતા નથી પરંતુ આ બાબત શરીર માટે ખુબ હાનિકારક છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યુ છે કે માત્ર એક હનિા માટે તમારા ખોરાકમાંથી મીઠી વસ્તુ દૂર કરવામાં આવે કે ખાંડ સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઇ જાય તો શરીર પર કેવી અસર પડે છે? શરીર કેવી અનુભુતિ કરી શકે છે, તો ચાલો જાણીએ કે એક મહિના માટે ગળ્યો ખોરાક ન ખાઇએ તો શરીર કેટલું તંદુરસ્ત બને છે. મીઠી કે ગળી વસ્તુ ખોરાકમાંથી દૂર કરો તો પ્રથમ તો તમારું હ્રદય, વધુ સ્વસ્થ બનશે હ્રદયને આરામ મળશે જેથી તમે લાંબો સમય યુવાન જેવા દેખાતા રહેશો.
ત્વચા પર જે અસર થશે તે સ્પષ્ટ જાણી શકાશે. ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે. સાથે ચહેરા પરના ડાઘા, ખીલ વગેરે દૂર થશે. જે કોઇપણ ક્રિમ, લોશન, દવાથી દૂર થતા નથી. સાંધાના દુ:ખાવામાં પણ ખુબ રાહત મળશે. ગળ્યો ખોરાક વધારે ખાવાથી ઉંઘ પણ વધુ આવે છે. ત્યારે જેમ બને તેમ મીઠી વસ્તુ ઓછી ખાવાથી શરીર તાજગી અને સ્ફૂર્તિ ભર્યુ રહેશે.
મીઠી વસ્તુ ન ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારું વજન ચોકકસપણે ઘટે છે, યાદશકિત પણ વધે છે, ભવિષ્યમાં ડાયાબીટીસથી પણ બચી શકાય છે. જો તમને મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા થાય તો સુકો મેવો ખાઇને મન મનાવી લેવું, મીઠી વસ્તુ ન ખાવાથી ખોરાક સારી રીતે પચે પણ છે અને આંતરડા પણ મજબુત બને છે. શરીરની રોગપ્રતિકારક શકિત પણ વધે છે. મીઠી વસ્તુ ખાવાનું બંધ કર્યા પછી દાંત પણ સૌથી વધુ તંદુરસ્ત રહે છે.