એક વર્ષના બાળકના પિતા પાસે સિટીસ્કેન માટે જરૂરી પૈસા નહોય હોસ્પિટલે સારવાર ન કરી
ઝારખંડમાં વસતા એક ગરીબ પરિવારના એક વર્ષના બાળકનું સારવાર માટે રૂ ૫૦ અભાવે. મોત થયું હતું. મૃત્યુ પામેલા બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ દ્વારા તેમના બાળકનું સીટીસ્કેન કરવાની મનાઇ કરવામાં આવી હતી કારણ કે તે માટે જ‚રી રૂ ૫૦ જેટલા નાણાં પણ તેની પાસે ન હતાં !
આ અંગે પ્રાપ્ત માહીતી પ્રમાણે ઝારખંડની સૌથી મોટી હોસ્પિટલ રાઇમ્સમાં તબીબી સારવારના અભાવે એક વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકના પિતા કે જે રીક્ષાચાલક છે તેમની પાસે જ‚રી સારવાર માટે ઓછા રૂપિયા હતા. સીટી સ્કેન કરવા માટે ૫૦ રૂ પણ તે ચુકવી ન શકતા હોસ્પિટલ દ્વારા તેના બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું ન હોઇ આ ઘટના ઘટી હતી. એક વર્ષનો બાળક ‘શ્યામ’ શનિવારે છત પરથી પડી ગયો હતો. બાળકને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંથી તેને રાઇમ્સમાં જવાની સલાહ આપવામાં આવતા રાઇમ્સમાં ઇમરજન્સી વોર્ડમાં લઇ જવામાં આવ્યા બાદ ફિઝીશ્યિને સીટી સ્કેન કરવાનું જણાવતા પિતા પાસે પૈસા ન હોવાથી હોસ્૫િટલે સીટી સ્કેન કરવાનો ઇન્કાર કર્યો હતો.
આ અંગે એક સંબંધી સરિતા દેવી દ્વારા ફરીયાદને પ્રકાશિત કરનાર પત્રકારને ઝારખંડના સ્વાસ્થ્ય પ્રધાને આ પરિવારને મહદ પત્રકારે કેમ ન કરી ? એવો પ્રશ્ર્ન કર્યો હતો. જયારે હોસ્પિટલના ડિરેકટર બી.એલ. શેલલેએ આ ઘટના દુ:ખદ છે તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ જણાવ્યું હતું.