કોરોનાના એક વર્ષેય લોકો પ્રવાસ કરતા ડરે છે
પ્રવાસન ઉદ્યોગને પૂન: બેઠો કરવા શું કરવું જોઈએ? પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા એજન્ટો સૂચવે છે પગલા
કોરોનાના ગભરાટથી પ્રવાસન ઉદ્યોગને માઠી અસર થઈ રહીછે. તેમાં પણ ટ્રાવેલ્સ એજન્ટોને બહુ માઠી અસર થઈ છે. પ્રવાસન ઉદ્યોગને ફરી ધમધમતો કરવા સરકારે સહાય સહિતના પગલા લેવા જોઈએ તેમ આ ઉદ્યોગ ઈચ્છે છે.
કોરોનાના કારણે લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતુ જયારે ખાસ ઘણા ધંધા વ્યવસાયને તેની માઠી અસરો થઈહતી. ત્યારે ખાસ કરીને ટુરીઝમ ક્ષેત્રની વાત કરીએ તો તેને પણ માઠી અસરો પહોચી છે. લોકડાઉન બાદ ટ્રાવેલ એજન્ટોને આશા હતી કે લોકડાઉન ખૂલ્યા બાદ પ્રવાસનને ફાયદો થશે ઉપરાંત ઉપરો ઉપર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે સાતમ આઠમ દિવાળી અને હવે વેકેશનમાં પણ નહિવત બુકીંગ જોવા મળે છે. ટ્રાવેલ એજન્ટોની કયાંકને કયાંક સરકાર પાસે એવી અપીલ પણ છે કે તેઓને સહાય આપવામાં આવે. ટુરીઝમ ધબકતા હજુ સવિશેષ લોકડાઉનથી બે વર્ષ જેવો સમય થશે કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી કહેર વરસાવ્યો છે. જેથી લોકોની માનસિકતા બદલાઈ છે. હાલની પરિસ્થિતિ જોતા ટુરીઝમ ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા હોય તેવું લાગી રહ્યું છે.
હાલનો સમય ટ્રાવેલ્સ એજન્ટને ગુજરાતના પ્રવાસન સ્થળોના માન મેળવવાનો: અમીશ દફતરી, પ્રભાવ ટુર્સ
પ્રભાવ ટુર્સના માલિક અમીશભાઈ દફતરીએ જણાવ્યું કે, હાલમાં જે રીતની સ્થિતિ છે. કે ટુરીઝમ ક્ષેત્રે માઠી અસરો થઈ છે જેનું કારણ છે પડેલા નવનનેશન વનરૂલથ હતુ જે હાલ તે બદલાતા દરકે રાજયની સરકારે પોતાના અલગ અલગ નિયમો બનાવ્યા છે. જેથી લોકોમાં પણ કોરોના ટેસ્ટને ડર છે. કારણ કે તેનાથી મુંઝવણ સર્જાય છે. પહેલા નેગેટીવ આવે છે. ત્યારબાદ જે તે વ્યકિતને કોલ આસવે છે કે હવે આપનો રિપોર્ટ પોઝીટીવ છે. જેથી લોકો ડરે છે. બીજી બાજુ એવું પણ બને છે કે લોકો ખોટા પ્રમાણપત્ર લઈને ટ્રાવેલ કરે છે.હાલની ડોમેસ્ટીક સ્થિતિ એવી છેકે સામાન્ય રીતે મે જૂનમાં ઉનાળુ સિઝન હોવાથી લોકો માર્ચથી બૂકીંગ કરાવે છે. પરંતુ હાલમાં એવું નથી. ગુજરાતમાં ફરવાલાયક સ્થળ નથી. ગુજરાતમાં એવા ઘણા સ્થળો ડેવલોપ થયા છે. કે જયાં જવું જ જોઈએ માત્રને માત્ર હાલમાં જે કોરોના ગાઈડલાઈન છે. તેનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. હાલનો સમય ટ્રાવેલ એજન્ટ માટે ગુજરાતનાં નવા ડેવલપ થયેલા સ્થળો વિશે જાણવાનો છે. જેથક્ષ ડોમેસ્ટીક ટુરીઝમ વિકસાવી શકાય. કમભાગ્યે રાજકોટમાં હજુ માર્કેટ ખૂલ્યું નથી. રાજકોટની જનતામાં હજુ ડર છે. જયારે અમદાવાદ, બરોડા, સુરતમાં લોકો બહાર જવા તૈયાર થયા છે. ખાસ તો હાલનો સમય ગુજરતાની ડેવલપ થયેલી અલગ અલગ જગ્યા પર જવાનો છે.
સાવચેતી જરૂરી ડર રાખવાની જરૂર નથી: વિશાલભાઈ લાઠીયા, જીયા હોલીડેઝ
જીયા હોલીડેઈઝના માલિક વિશાલભાઈએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિ ટ્રાવેલ એજન્ટ અને ટ્રાવેલ એજન્સીઓ માટે ખૂબજ ખરાબ છે. કારણ કે લોકડાઉન થયું ત્યારથી આજ સુધી એટલે કે ખૂબ લાંબો ગાળો થયો છે. તેમાં પણ પહેલા સાતમ, આઠમમાં ટુરીઝમ ધબકવાની આશા હતી ત્યારે પણ લોકોનો ડર અને કોરોનાની સ્થિતિ વકરી હતી જેથી સાતમ-આઠમ દિવાળી અને હવે ઉનાળુ વેકેશનમાં પણ જોઈએ તેવો લાભ થયો નથી. હાલમાં પંદર વીસ દિવસો પહેલા બુકીંગ માટે લોકોના ફોન આવતા હતા પરંતુ હાલમાં કોઈપણ પ્રકારની ઈનકવાયરી લોકો દ્વારા નથી આવી રહી સામાન્ય રીતે લોકો હાલમાં મુંબઈમાં વકરેલ કોરોનાથી ખૂબજ ડરી ગયા છે. જેથી હાલમાં લોકો અલગ અલગ પેકેજ માટે ફોન કરે છે. પરંતુ જવા માટે તૈયાર થતા નથી. છેલ્લા 15 થી 16 મહિના અને હજુ આ વર્ષમાં પણ ટુરીઝમ ઠપ્પ થયુ હોય તેવી પરિસ્થિતિ થઈ છે. ઉપરાંત હાલમાં લોકોની માનસિકતા બદલાઈ છે. લોકો માને છે કે ડોમેસ્ટીક ટ્રીપમાં પણ જશુ તો કોરોના થઈ જશે, લોકોને અપીલ કરૂ છું કે કોરોનાથી વધારે ડરે નહિ સાવચેતી જરૂરી છે. પરંતુ વધારે પડતો ડર યોગ્ય નથી તેમ વિશાલભાઈએ જણાવ્યું હતુ.
ટ્રાવેલ એજન્ટની હાલત ખરાબ: સરકાર સહાય કરે: રજનીકાંતભાઈ છગાણી, કૈલાસ હોલીડે
કૈલાશ હોલીડેના રજનીકાંતભાઈએ જણાવ્યું કે કૈલાશ હોલીડે ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બંને પેકેજ આપે છે. હાલમાં લોકોની પસંદગી કાશ્મીર છે. સાથોસાથ ગોવા, સીમલા, કુલ્લુ મનાલી જવાનું લોકો હાલમાં પસંદ કરે છે. પરંતુ બે મહિના પહેલા લોકો બુકીંગ કરીને આવતા હતા હાલમા લોકોના બુકીંગ કોરોનાની અફવાના કારણે ઘણા ધીમા પડયા છે. હાલમાં ટ્રાવેલ એજન્ટની સ્થિતિ ખરાબ છે. ઘણા લોકો એ વ્યવસાય જ બદલી નાખ્યો છે. જેથી અમારી સરકાર પાસે પણ અપીલ છે કે ટ્રાવેલ એજન્ટ અને એજન્સીઓ માટે પૂરતી સહાય આપવામાં આવે. અમારા દ્વારા નસેવ ટુરીઝમથ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત અમે એસોસીએશન ચલાવીએ છીએ હાલની પરિસ્થિતિ કંઈક એવી છે કે અમને લોકોના ફોન આવે છે. અલગ અલગ પેકેજ માટેના પરંતુ કોઈ કનફોર્મ નથી કરતુ જેનું કારણ કયાંક કોરોનાનો ડર અને કોવિડ ટેસ્ટથી લોકો ડરે છે. હાલમાં માત્રને માત્ર બેથી ત્રણ પેકેજ બુક થયા છે. પરંતુ તેમાં પણ લોકો હજુ ચોકકસ નથી તેઓ પણ વિચારે છે કે અહી જવું કે ન જવું ખાસ લોકોએ ડરવાને બદલે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ફરવા માટે જવું જોઈએ કારણ કે હાલમાં સૌથી વધારે નુકશાન ટ્રાવેલ એજન્ટોને થયું છે.
કોરોનાના કારણે સૌથી પહેલા બંધ થનાર અને સૌથી છેલ્લે શરૂ થનાર અમારો વ્યવસાય છે: અભિનવ પટેલ, ફેસ્ટીવ હોલીડેયઝ
ફેસ્ટીવલ હોલીડેયઝનાં મેનેજીંગ ડીરેકટર અભિનવ પટેલે જણાવ્યું કે, હાલમાં કોરોના મહામારીમાં સૌથી પહેલા બંધ થનાર અને સૌથી છેલ્લે શરૂ થનાર અમારો બિઝનેશ છે. લોકોમાં કોરોનાનો ડર હતો. જે વેકસીનેશન શરુ થતા ઓછી થતી જણાય છે. લોકો અત્યારે ડોમેસ્ટ્રીક પેકેજ બુક કરાવી, રાજસ્થાન સહીતના સ્થળો અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી જેવા અનેક સ્થળો વિકસ્યા છે. જે લોકો પસંદ કરે છે. છેલ્લો એક મહિનો એટલે વેકસીનેશનની જાહેરાત થઇ ત્યારથી આજ સુધી બુકીગ વઘ્યા છે. લોકો હવે બહાર આવતા થયા છે. ઇન્ટરનેશનલઓ હાલ દુબઇ, માલદિવ્સ માટેની ઇન્કવાયરી આવી રહી છે. હાલની સ્થિતિમાં લોકોના સહયોગથી જ ટ્રાવેલ એજન્ટના કામો ધબકવા લાગ્યા છે. લોકડાઉનમાં લોકોએ ઘરમાં રહી આનંદ મેળવ્યો પરંતુ હવે લોકો બહાર જવા વધારે ઉત્સુક છે જેથી લોકોનો બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અંતે ખાસ કે સ્ટ્રેસફૂલ લાઇફમાંથી મોકો મળે ત્યારે કયાંકને કયાંક ફરવા માટે જવું જ જોઇએ હાલમાં તમામ પ્રકારના પેકેજ ઉપલબ્ધ છે. લોકોની ટુર યાદગાર બને તે માટેના પુરતા પ્રયાસો કરવામાં આવશે.
હાલમાં ઇન્ટરનેશનલને બદલે લોકો ડોમેસ્ટીક તરફ વળ્યા: કલ્પેશભાઇ સાવલીયા, સ્ટેલે ટુર્સ
સ્ટેલે ટુર્સનાં કલ્પેશભાઇ સાવલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, જાન્યુઆરીથી ડોમેસ્ટીક ટુર્સ વઘ્યા છે. ઉપરાંત એકંદરે પરિસ્થિતિ ખરાબ છે ઇન્ટશનેશનલમાં હાલ દુબઇ અને માલદીવ્સ બે જગ્યાએ જઇ શકાય છે જયાં જવાવાળા વદર્ગ પૈસાવાળા જ હોય છે. કારણ કે આ પેકેજ સસ્તા થતાં નથી. મઘ્યમ વર્ગે ફરજીયાત ડોમેસ્ટીક જવું પડે તેવી સ્થીતી સર્જાઇ છે. હાલમાં, સિકકીમ, દાર્જીંલીંગ, હિમાચલ અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જવાનું લોકો વધુ પસંદ કરે છે. હાલમાં વધુને વધુ લોકો એવું પ્રીફર કરે છે કે તેવો સેલ્ફ ડ્રાઇવ કરીને જઇ શકે, જેથી રાજસ્થાન, ગુજરાત વધારે લોકો જાય છે. પહેલા લોકો સસ્તુ મળે તે માટે બાર્ગેનીંગ કરતા હતા. પરંતુ હવે ભાવ ન જોતા લોકો સેફટીને ઘ્યાને લેતા થયા છે. અમારા દ્વારા પુરતી સાવચેતી રાખવામાં આવે છે.