શેઠના પૈસા દુકાને લઈ જતી વેળાએ કારમાં આવેલા પાડોશી સહિત ત્રણ લૂંટારુંનો ભેટો થયો ; ઇજાગ્રસ્તે કારનો પીછો કર્યો પણ લૂંટારું હાથે ન લાગ્યા
સાધુવાસવાણી રોડ પર રહેતા મોબાઇલની દુકાન ધરાવતા વેપારીને ત્રણ શખ્સોએ મારમારી એક્ટિવાની ડેકીમાંથી રૂ.5.25 લાખની રોકડ લઈ નાશી છૂટ્યા અંગેનો બનાવ યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પી.આઈ એ.એસ.ચાવડાની ટીમે લૂંટારું ટોળકીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર મુરલીધર ચોક પાસે વિનાયક કોમ્પલેક્ષની સામે સ્માઈલ મોબાઈલ નામની દુકાન કે જે અંકિતભાઈ પરીખની છે. ત્યાં એકાદ વર્ષથી નોકરી કરતા દેવેનના શેઠ ગઈ તા. 27ના ગોવા જતા શેઠના પિતા નિલેશભાઈ પારેખ અને તે દુકાન સંભાળતા હતા, તે સવારે દસ વાગે દુકાન ખોલી બપોરે 1 વાગે બંધ કરી જમવા જતા અને સાંજે ચાર વાગે દુકાને ફરી ખોલી રાત્રે નવ કે વાગ્યા સુધી બેસતા હતા. દરમિયાન ગઈ કાલે બપોરે દેવેન દુકાન બધ કરી જમવા ગયા બાદ ત્યાંથી યુનિવર્સિટી રોડ પર સોડાની લારી ધરાવતા પિતા પાસે ગયો હતો. આ સમયે બપોરે ત્રણેક વાગે રોષ્ઠ અંકિતભાઈએ તેને ફોન કરીને મારો મિત્ર દિલીપભાઈ પાસેથીરૂપિયા લઈ આવજે અને દુકાને રાખી દેજે કહેતા દિલીપભાઈને ફોન કરતા તેણે ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર શિલ્પન ઓનેસ પાસેથી રૂપિયા લઈ જવાનું કહેતા દેવેને તેના શેઠની દુકાન પાસે દુકાન ધરાવતા વેપારીનું એક્ટિવા લઈ રુપિયા લેવા ગયો હતો. શિલ્પન ઓનેક્સ પાસે ઉભેલા દિલીપભાઈએ તેને ઇલાખ રુપિયા આપતા તેનું એકટીવાની ડેકીમાં રાખી શેઠને ફોન કર્યો હતો. તેણે રુપિયા દુકાને રાખી દેવાની વાત કરી હતી. દેવેન દુકાને જઈ રહ્યો હતો ત્યારે ફરીથી તેના શેઠે ફોન કરી સાધુ વાસવાણી રોડ પર આવેલા એક પાનની દુકાને નિકુંજભાઈ ઊભા છે તેને જ 75 હજાર આપી દેજે કહેતાં દેવેન ત્યાં ગયો હતો. ના સમયે ત્યાં આરોપી વહાર્દિકસિંહ કે જે તેના ઘર પાસે રહે છે તે ત્યાં ઊભો હતો, દેવેને એકટીવાની. ઉકીમાંથી 75 જાર કાઢીને નિકુંજભાઈને આપતાં તેની પાસે ધસી આવેલા આરોપી હાર્દિકસિંહે મને પાંચ હજાર દે તેમ કહેતા તેણે આ રુપિયા મારા નથી મારા શેઠના છે. તને ફોનમાં વાત કરાવું એમ કહી શેઠ સાથે વાત કરાવી હતી. આ સમયે તેના શેઠે દેવેનને જવા દેવાની વાત કરી હતી પરંતુ જવા નહીં દઈ આરોપીએ તેના એક્ટિવાની ચાવી લઈ એફટીવા પાછળ બેસી જા, નહિતર માર ખાવો પડશે કહેતા તે પાછળ બેસી ગયો હતો.
આરોપીએ એફટીવા સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર શાકમાર્કેટ પાસે ઊભું રાખ્યું હતું. આ સ્થળે આરોપીએ ફોન કરી બીજા આરોપી રામને બોલાવતાં તે ત્યાં આવ્યો હતો. અને ત્રીજા અજાણ્યા આરોપીને ગાડી લઈને બોલાવતાં તે સ્વીટ કારમાં ત્યાં ધસી આવ્યો હતો.
આરોપી હાર્દિકસિંહ અને રામ તેના એક્ટીવાની ડેકી ખોલતા તેણે ના પાડતાં ગાળો દેવા લાગ્યા હતા, તમાચો ઝીંકી કંઈ બોલતો નહિ, નહિતર અહીં આગળ પતાવી દઈશ, કહી ધમકી આપી એક્ટિવાની ડેકી ખોલી તેમાં રહેલ રૂપિયા ભરેલી થેલી કાઢતા તેને રોકવાની કોશિષ કરતા બંનેએ ઢીકાપાટુનો માર માર્યો હતો. અને થેલી ઝુંટવી ત્રીજા આરોપી સાથે કારમાં ભાગવા લાગ્યા હતા. આ સમયે દેવેને 11 તેની પાછળ એકટીવા લઈને જતા આગળ ટ્રાફિકમાં આરોપીઓની ગાડી ઉભી રહેતા 2 ત્યાં જતા આરોપીઓએ તેને તારા શેઠને ચું કહી દેજે રૂપિયા દેવા નથી, થાય તે કરી ત્યે કહી ધમકી આપી ભાગી ગયા હતા.. દેવેને તે શેઠ અકિતભાઈને ફોન કરતા તેણે તેના મિત્રને ત્યાં મોકલતા તેને સમગ્ર -નું બનાવની વાત કરી હતી. બાદમાં આરોપી નું હાર્દિકસિંહનો કોન્ટેકટ કરતા તે આપી ના દેવાની વાત કરતો હતો. પરંતુ રુપિયા નહીં આપતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.