કોરોના સામેની કામગીરી અંગે ગુજરાત સરકારને વિશ્વ આરોગ્ય સંસ્થાના અભિનંદન
નાણામંત્રી નીતીનભાઈ પટેલે આજે ગુજરાતનું 77મું બજેટ રજૂ કર્યું હતુ. કોરોના કટોકટીમાં ગુજરાત સાંગોપાંગ પાળ ઉતરવામાં સફળ રહ્યું હતુ નીતીનભાઈ એ જણાવ્યુંં હ્તુ કે કોરોના કાળ દરમ્યાન ગુજરતામાં જે રીતે કોરોનાની સુરક્ષા લોકડાઉનની વ્યવસ્થા અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પરીક્ષણથી લઈ દવા સારવાર અને વ્યવસ્થાની જે સંઘન કામગીરી કરવામાં આવી હતી જેને લઈને વિશ્વઆરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓએ ગુજરાત સરકારને રૂબરૂ મળી ને સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને હુ એ દુનિયાએ કહ્યું હતુકે ગુજરાતમાં ધનવંતરી આયુર્વેદ, હોમિયોપેથીકની સારવારથી લઈને કોરોના સામેની જેજે કામગીરી ગુજરાતે કરી છે તે ક્યાંય થઈ નથી.
લોકડાઉનમાં કોઈ ભૂખ્ય ન રહે તેનું ધ્યાન રખાયું છે
નાણામંત્રી નીતિનભાઈ પટેલે પોતાના બજેટ પ્રવચનમાં કોરોના કાળની પરિસ્થિતિમા ગુજરાતમાં સરકારને જે રીતે સ્વૈચ્છીક સંસ્થાઓ ધર્મસંસ્થાઓ અને દાતાઓનો સહકાર મળ્યો હતો તે અભિનંદનના પાત્ર હતુ મંત્રીએ સરકારને સહાય કરનારા તમામને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે વિશ્વમાં જયારે કોરોનાનો ભય ફેલાયો હતો ત્યારે કોઈકોઈનું મદદગાર કે વિશ્ર્વાસ કરવા તૈયાર ન હતુ ત્યારે લોકડાઉનમાંગુજરાતમાં કોઈ ભૂખ્યું ન રહે તેનું ધ્યાન સરકારે રાખ્યું છે. 3 લાખ 69 હજાર પરિવારોને ઘર બેઠા અનાજ, દાળ, ધાનથી લઈને દરેક પરિવારને 1 -1 હજારની રોકડની સહાય કરીને ગુજરાત સરકારે કોરોના લોકડાઉનમાં એક પણ ગુજરાતીને જરાપણ મુશ્કેલી કે ધંધા રોજગાર વગરની પરિસ્થિતિમાં ભૂખ્યા સુવાની પરિસ્થિતિમાં મૂકાવા દીધા ન હતા.