ગીર સોમનાથના યુવાન, જૂનાગઢના વૃધ્ધ અને અમરેલીના વાકીયા ગામની મહિલાના મોત: ૨૮ના પોઝીટીવ રિપોર્ટ
સમગ્ર રાજયમાં સ્વાઇનફલુના દૈત્યએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી સબબ સારવાર માટે દાખલ કરાયેલા ગીર સોમનાથના યુવાન, જૂનાગઢના વૃધ્ધ અને અમરેલીના વાકીયા ગામની મહિલાના મોત નીપજતા મૃત્યુ આંક ૮૩ પર પહોચ્યો છે.
સ્વાઇનફલુ વધુનું સંકટ વધુને વધુ ઘે‚ બની રહ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૩૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૨૮ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સ્વાઇનફલુના ખપ્પરમાં વધુ ત્રણ દર્દીઓ હોમાઇ જતા મૃત્યુ આંક ૮૩ પર પહોચ્યો છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૩૫૫ દર્દીઓને સારવાર આપવામાં આવી તે પૈકી ૧૯૮ દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.
રાજકોટ શહેરના ૨૬, જિલ્લાના ૨૧ અને અન્ય જિલ્લાના ૩૬ દર્દીઓના સ્વાઇનફલુના કારણે મૃત્યુ નીપજ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ૩૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેમાં ૨૮ દર્દીના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં ૪૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં ૧૨ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ગઇરાતે ગીર સોમનાથના ૪૦ વર્ષના યુવાન, જૂનાગઢના ૬૨ વર્ષના વૃધ્ધ અને અમરેલી જિલ્લાના વાંકીયા ગામની શારદાબેન પટેલ નામની ૫૮ વર્ષની મહિલાના મોત નીપજ્યા છે.