પોલીસ હેડ કવાર્ટર ખાતે એક વર્ષ પહેલાં ભવ્ય અંબાજી મંદિર બન્યા બાદ એક વર્ષ પુરૂ થતા હવન, સત્યનારાયણની કથા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ઉપરાંત રામ દરબાર, રાધા-કૃષ્ણ અને હનુમાનજી મંદિરનો એક વર્ષ પહેલાં જીણોધ્ધાર કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરે પોલીસ પરિવાર ઉપરાંત સમગ્ર શહેરીજનો પૂજા-અર્ચના કરી રહ્યા છે.
ત્યારે પ્રથમ વર્ષ પુરૂ થતા મહા આરતી, હવન અને સત્યનારાયણની કથાના થયેલા આયોજનમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીબી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.