માળિયા મીંયાણા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન: તમામ ર0 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા
મોરબીની જીલ્લા તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાઓ માટે યોજાએલી ચૂંટણી પ્રક્રિયામાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીનો ભારે ઉતેજના ભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. જુદી જુદી સાત જગ્યાએ નવ મતદાર મંડળ માટે રાજકીય પાર્ટીના ઉમેદવારો અને આગેવાનોની ઉ5સ્થિતિમાં મતગણત્રી શરુ થઇ ગઇ છે.
મોરબી જીલ્લા પંચાયતની 24 બેઠક પર 70 ટકા મતદાન થયું છે. તેમજ પ તાલુકા પંચાયતની 76 બેઠક પર 66.44 ટકા મતદાન થયું છે. માળીયા નગરપાલિકા વોર્ડ નં.1 માં કોંગ્રેસની પેનલની જીત, હળવદ તાલુકા પંચાયતમાં અપક્ષ અને વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઇ છે.
મોરબી નગરપાલિકા વોર્ડ નં. 1 માં ભાજપની પેનલ વિજેતા બની છે. જેમાં ભાજપના ઉમેદવાર દેવાભાઇ અવાડીયા, જીજ્ઞાસાબેન ગામી, નિર્મળાબેન કંઝારીયા અને રાજેશભાઇ રામાવતનો વિજય થયો છે. ટંકારા તાલુકા પંચાયતની લજાઇ-ર બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે. આ બેઠક ઉપર રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહજીના પૌત્ર ભાજપમાંથી મેદાને ઉતર્યા હતા અહીં તેમની હાર થઇ છે.
ટંકારામાં ભાજપનું પણ ખાતુ ખુલ્યું છે. ધુનડા બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે. ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠક ભાજપે કબ્જે કરી છે. આ બેઠક પર ભાજપ 71 મતે વિજેતા જાહેર થયા છે. ટંકારા તાલુકા પંચાયતની હડમતીયા બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે. હડમતીયા બેઠબ ઉપર મનીષાબેન કોરડીયા, કોંગ્રેસે 1961 મત મેળવી વિજેતા બની ગયા છે.
ભાજપના નસીબ પણ બળીયા
મોરબી પાલિકાની બેઠક ટાઈ થતા ચિઠ્ઠી નાખતા ભાજપની જીત
મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે તાલુકા-જિલ્લા અને નગરપાલિકામાં પણ ભાજપ આગળ છે ત્યારે ભાજપના નસીબ પણ બડીયા હોય તેમ મમોરબીમાં બે ઉમેદવાર વચ્ચે ટાઇ થઇ જતા ચીઠ્ઠી નાખવામાં આવી હતી અને તેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.ભાજપના વાઘડિયા જાગૃતિબેનની નગરપાલિકાની બેઠકમાં જીત થઈ હતી.