ગલવાનમાં 15 જૂને ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યાર બાદ ચીની હેકરોએ મુંબઈની વીજ સપ્લાઈ સિસ્ટમ પર સાયબર એટેક કર્યો હતો. એટલું જ નહીં મહાનગરનો વીજ સપ્લાઈ પણ ઠપ થઈ ગયો હતો.આ વાતનો અમેરિકાની મીડિયા ખુલાસો કરવામાં આવ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, ચીનના RedEcho હેકર્સ ગ્રુપે મુંબઈમાં સાઈબર અટેક કર્યો હતો. ત્યાર બાદ વીજ સપ્લાઈ ઠપ થઈ હતી. આ સમસ્યાને પૂર્ણ રીતે ખતમ કરવામાં 10-12 કલાક લાગ્યા હતાં.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, જ્યાર ભારત અને ચીન વચ્ચે વિવાદ ગયમાયો હોત અને બન્ને દેશોના સૈનિકો આમને-સામને હતા તે સમય ભારતમાં વીજ સપ્લાઈની દેખરેખ કરતી સિસ્ટમમાં મોલવેયર ઈન્જેક્ટ કરવામાં આવ્યો હતો. જેકે, ચીન ભારતને ચુપ કરવા ઈચ્છતું હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલની શરૂઆતની તપાસમાં પણ આ વાત સામી આવી હતી કે, મોલવેયર અટેક સપ્લાઈ સિસ્ટમ ઠપ થવાનું કારણ હોઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાઈબર સ્પેસ કંપની રિકોર્ડેડ ફ્યૂચરને ઘટનાની મોલવેયર ટ્રેસિંગની કરવામાં આવી હતી. આટલુ જ નહી કંપનીના હવાલેથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એડવાન્સ સાઈબર ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઈન્ડિયન પાવર જનરેશન અને ટ્રાન્સમિશન ઈન્ફ્રસ્ટ્રક્ટરમાં એન્ટ્રી કરવામાં આવી હતી.
સાઈબર સિક્યોરિટી કંપની અનુસાર, હજૂ એ સ્પટ નથી થયું કે, મુંબઈમાં પાવર કટ કરવા માટે કોણ જવાબદાર હતું. જોકે, RedEcho પર સતત નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટમાં એ પણ કહવામાં આવ્યું છે કે,ગલવાન હિંસા બાદ રોજ 10,000 સાઈબર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હવે આ પ્રયાસ ઓછો કરી દીદો છે, કંપનીએ કહ્યું આપણે સતર્ક રહેવાની જરૂર છે.