૧૩૦થી વધુ પેટ લવરો જોડાયા, ભાગ લેનાર તમામને શ્ર્વાન દર્પણ બુક ગિફ્ટ અપાઇ
રાજકોટ પેટ કેર સોસાયટી ડોડીયા પેટ શોપ અને ગડારા પેટ કેર કિલીનીક દ્વારા ડોગ કેટ અને વિદેશી બર્ડ માટે ફ્રિ વેકિસનેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ૧૩૦ થી વધુ પેટ લવરો એ ભાગ લીધો હતો.
કેમ્પમાં જર્મન શેફર્ડ, મેસ્ટિફ, પગ, બીગલ, લાસા, ગ્રેટડેન, લેબ્રાડોર, પોમેરીયન, કલ્ચર પોમ, ગોલ્ડન રીસીવર, રોટ વિલર, સીટઝુ જેવી વિવિધ ૧૬ પ્રજાતિના શ્ર્વાન સાથે સ્ટ્રીટ ડોગ સાથે દેશી બિલાડી, વિદેશી કેટ અને વિદેશી બર્ડ પણ વેકિસન કરાવવા આવ્યા હતા.
નિષ્ણાંત તબિબો દ્વારા હડકવા વિરોધી રસી મેડીકલ ચેકઅપ, કૃમિનાશક દવા, ન્યુટ્રીશન ગાઇડન્સ સાથે પેટ લવરને કેર એન્ડ મેનેજમેન્ટ વિશે પેટ લવરને જાણકારી અપાઇ હતી. કેમ્પમાં જોડાયેલ તમામને આકર્ષક ગીફટ સાથે ડો. એમ.જી. મારડીયા લિખીત ‘શ્ર્વાન દર્પણ’ બુક વિનામૂલ્યે અપાઇ હતી.
રંગીલા રાજકોટમાં છેલ્લા દશકાથી ડોગ બર્ડ અને કેટ રાખવાનો ક્રેઝ વઘ્યો છે. ત્યારે આવા આયોજનની પેટ લવરે પ્રશંસા કરી હતી. સમગ્ર કેમ્પનું આયોજન પેટ કેર સોસાયટીના ચેરમેન અરૂણ દવે, રણજીત ડોડીયા અને ડો. એ.બી. ગડારાએ કર્યુ હતુ. વકિંગ કમીટીના પિયુષ દેગડા અને વસીમભાઇએ સુંદર વ્યવસ્થા જાળવી હતી.
કેમ્પમાં મેડિકલ ટીમના વેટરનરી તબીબો ડો. ગડારા, ડો. સાવન થાડોદા, ઉત્તમ ભંડેરી, નિર્સગ ઠકકર, તથા મિલન એરણિયાએ સેવા આપી હતી. રાજકોટ આંગણે હવેથી દર ત્રણ માસે આયોજન કરવા ચેરમેન અરૂણ દવેએ જણાવેલ હતું રાજકોટના પેટ લવરો પોતાના પાલતું જાનવરોની કેર વધુ કરે છે અને સ્કીન પ્રોબ્લેમ સાથે કૃમિની સમસ્યા વધુ કેમ્પમાં જોવા મળી હતી. તબિબોએ બધા જ ડોગને સંપૂર્ણ ચેકઅપ કરીને માર્ગદર્શન સાથે દવા આપી હતી.
કેમ્પમાં વર્ષોથી શ્ર્વાન દુનિયા સાથે સંકળાયેલ વડિલો તથા પેટ શોપના પ્રમુખ ભુવનેશ પંડયા તથા દવા ખોરાકની કંપનીના વિવિધ અધિકારીઓ હાજર રહીને કેમ્પની વ્યવસ્થાની સરાહના કરીને તમામ સહયોગની ખાત્રી આપી હતી.