જય વિરાણી,કેશોદ: તાલુકાની સ્થાનીક સ્વરાજની ચૂંટણી અંતર્ગત નગર પાલીકા ની 35 બેઠકો માટે કાલે વહેલી સવારથી ભારે ઉત્સાહ સાથે મતદાન શરૂ થયું હતું સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી 55.11% જેટલું મતદાન મતદારોએ કર્યું હતું. નગર પાલીકાની કુલ 36 સીટમાં એક બિન હરીફ થઈ હતી. જેમાં આજે 35 સીટ માટે મતદાન થયું હતું. ત્યારે કેટલીક જગ્યા એ મશીન ખોટકાવના બનાવો બન્યા હતા. મતદાન ના ઉત્સાહ માં વોર્ડ નંબર બેમાં મુસ્લિમ યુવતીએ નિકાહ પેલા મતદાન કર્યું હતું. તો પંથકમાં 18થી 105 વર્ષના વૃદ્ધોએ પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.
કેશોદ પંથકમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓને લઈ ભારે રસાકસી જેવો માહોલ વહેલી સવાર થી શાંતિ પૂર્ણ વાતાવરણ માં મતદાન નો પ્રારંભ થયો હતો કેશોદ નગર પાલીકાના 58 મતદાન મથક પર કુલ 33964 મતદરોએ મતદાન કર્યું હતું. નગર પાલીકામાં અઢાર વર્ષના યુવાન યુવતીઓ સહિત ઘણા વૃદ્ધોએ પણ મતદાન પોતાના પસંદના ઉમેદવારને જિતાડવા માટે કર્યું હતું.
ચૂંટણીના આ મહાપર્વમાં કેશોદ ખાતે મોટી સંખ્યામાં મતદરો એ મત આપતા સાંજે 6 વાગ્યા સુધી નગર પાલીકા ની 35 બેઠકો માટે 55.11% મતદાન થયું હતું તો બીજી તરફ કેશોદ વોર્ડ નંબર 6માં EVM બગડતા બબાલ થઈ હતી અને વોર્ડ નંબર 9માં પણ EVM બગડતા મતદારોએ એક કલાક સુધી મત આપવા માટે રાહ જોવી પડી હતી એમ કેશોદ માં કુલ ચાર જેટલા બુથો ઉપર મશીન ખોટકાયા હતા.
જે સમયાંતરે EVM રીપેરીંગ કરી મતદાન પુનઃ શરૂ કરાયું હતું. કેશોદમાં 2015 અને 2021ની ટકાવારી જોઈએ તો 2015 માં 58.27 અને 2021માં 55.11 જેટલું મતદાન થયું હતું જેમાં 2021માં 2015 ની સરેરાશ જોઈએ તો 3.16% મતદાન આ વખતે ઓછું જોવા મળ્યું હતું .તો તંત્ર દ્વારા કોરોના મહામારી ને પગલે ખાસ ધ્યાન રાખી સોસિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર, અને હાથ માં ગ્લોસ પહેરાવી મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે સંવેદન સીલ વિસ્તારો માં પોલીસ નો ચાપ્તો બંદોબસ્ત રહ્યો હતો.
2015 – 2021
વોર્ડ 1- 65.95% – 60.87%
વોર્ડ 2- 61.75% – 57.62%
વોર્ડ 3- 60.33% – 52.08%
વોર્ડ 4- 58.45% – 56.83%
વોર્ડ 5- 51.74% – 49.26%
વોર્ડ 6- 56.15% – 55.28%
વોર્ડ 7- 52.88% – 52.53%
વોર્ડ 8- 53.17% – 49.88%
વોર્ડ 9- 66.43% – 61.76%