સરકાર દ્વારા જીએસટીના રિટર્ન ભરવાની મુદત ૩૧મી માર્ચ સુધી વધારી દેવામાં આવી છે. ૨૮મી ફેબ્રુઆરીએ જીએસટી ભરવાની છેલ્લી તારીખ હતી. તેની સામે સરકારે જીએસટી ભરવામાં બાકી રહી ગયેલા લોકોને રાહતરૂપ નિર્ણય લીધો છે અને હવે જીએસટી ૩૧મી માર્ચ સુધીમાં ભરી શકાશે.
કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકારે જીએસટીની મુદત વધારવાની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારે કરદાતાઓને સવલત માટે જીએસટીઆર-૯/સી ભરવામાં ૨૮મી ફેબ્રુ્રઆરીના બદલે મુદત વધારી ૩૧મી માર્ચ નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જીએસટી ભરવાની અંતિમ તારીખમાં મુદત વધારવાની જાહેરાત ઉદ્યોગો અને વેપાર જગત માટે ખુબજ રાહતરૂપ બનશે. મુદત વીતી જવાની દહેશત સામે આ રાહત ખુબજ આશિર્વાદરૂપ સાબીત થશે.
કેન્દ્રીય બજેટ ૨૦૨૨માં જીએસટીઆર-૯/સી ભરવામાં સુધારાની માંગ કરવામાં આવી હતી. ઉદ્યોગોએ ફાઈલીંગ માટે ૩ મહિનાની મુદત માગી હતી. મે ૩૧ સુધી ની મુદત વધારવાની માંગ કરવામાં આવી હતી.
ઉદ્યોગપતિ વર્તુળોએ જણાવ્યું હતું કે, લોકડાઉન અને વિસંગત પરિસ્થિતિને લઈ કર્મચારીઓની અછતને લઈને જીએસટી સમયસર ભરવું અશક્ય હોવાથી મુદત વધારવાની માંગ ઉઠી હતી. સરકારે સામૂહિક હિત અને જનહિતને ધ્યાને લઈ જીએસટી ભરવાની ચિંતામાંથી ઉદ્યોગોને મુક્તિ આપી ૩૧મી માર્ચ સુધી જીએસટીની વધારી આપી છે.