લોકતંત્ર અને રાજકારણ વિશે એવું કહેવાય છે કે “સમય કાળ ની સ્થિતિ ક્યારે સ્થિર રહે તી નથી” સમયની કરવત્ત બદલતી રહે છે અને સમય સંજોગોને પારખનાર હંમેશા ફાયદો મેળવે છે અત્યારે દેશના રાજકારણમાં ભાજપ દિગ્વિજય બની રહ્યો છે, એક જમાનાના સૌથી મોટા પક્ષ કોંગ્રેસ માટે ત્યારે અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો છે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જબ્બર જનાધાર અને કોંગ્રેસને કારમો પરાજય મળ્યું સાથે સાથે સુરત અને પાટીદાર પ્રભાવી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને એક મોટી જવાબદારી ભરી જીત મળી ,ગુજરાતના રાજકારણમાં કોર્પોરેશનની ચૂંટણીઓ માં આપની “એન્ટ્રી “એ સમૂળગા રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે નબળી નેતાગીરી સંકલનનો અભાવ અને આત્મવિશ્વાસ વગરની કોંગ્રેસનું અત્યારે જય જીવનમાં કંઈ અસ્તિત્વ ન રહ્યું હોય તેમ કારમા પરાજય મા ફસડાઈપડેલી કોંગ્રેસ મતદારોના વિકલ્પ ની તલાશ નો વિકલ્પ પણ ન બની શકી ત્યારે આમ આદમી પાર્ટી ની માતબર ગણાતી સફળતાથી આપ એકાએક જાહેરજીવનમાં ઉભરી આવ્યું છે અને કોંગ્રેસ ની જગ્યા લેવા માટે સક્ષમ બની રહ્યું હોય તેવા સમી કરો ઉભા થયા છે આપ પણ દિલ્હી માં સત્તા ફેલાવી ને મતદારો ને કેમ રીઝવવા તે સારી રીતે જાણે છે ત્યારે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપનું પાનું ચાલી જાય તેવું દેખાય ત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીમાં સુરતમાં રહેતા ૨૫લાખ જેટલા સૌરાષ્ટ્રના વતનમાં અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ બોટાદ રાજકોટ અમરેલી મોરબી જેવા જુદા જુદા જિલ્લાના પાટીદાર મતદારો આમ આદમી પાર્ટીના મતદારો બનીને સુરતમાં જે રીતે કોંગ્રેસ અને ભાજપ ને જાકારો મળ્યો તે વાતનું પુનરાવર્તન કદાચ સૌરાષ્ટ્રમાં પંચાયતની ચૂંટણીઓમાં થાય તેવું દેખાઈ રહ્યું છે સુરત થી ૯૦૦જેટલી બસો ચૂંટણી ના દિવસે ખાસ મતદાન માટે બનાવવામાં આવી છે દિગ્વિજય બનેલા ભાજપ માટે આમ આદમી પાર્ટીનો ઉદય અવશ્યપણે રણનીતિ બદલાવવાનું કારણબની શકે છે ચાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ૧૧ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું નવી રાજકીય સમીકરણ ની પરિસ્થિતિ ગુજરાતના રાજકારણ ને નવી દિશા તરફ લઈ જનારું બની રહેશે ભાજપ સામે રાજકીય રીતે જોઈએ તો કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસનો હાર્દિક પટેલનો દાવ પણ નિષ્ફળ પુરવાર થયો છે પાટીદારોના મત અંકે કરવા માં હાર્દિક પટેલનું કોંગ્રેસનું નેતૃત્વ કામયાબ થયું નથી અને હાર્દિક પટેલ રાજકીય રીતે હાસ્યા માં ધકેલાઈ ગયા બાદ ગુજરાતના રાજ્ય પંચમાં હવે ભાજપ પ્રતિરોધ કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી બની રહેવાનું છે આવનારી વિધાનસભાની ચૂંટણી પણ આપને ભાજપ વચ્ચે જ ખેલા છે ગુજરાતમાં રાતોરાત બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે ભાજપ માટે નવેસરથી રણનીતિ ઘડવાની ફરજ પડશે, મતદારોને ભાજપ-કોંગ્રેસનો એક આદર્શ વિકલ્પ જોઈતો હતો તે પાસ ના પોલિટિકલ મર્ઝર જેવા પાસ અને આપના હાથ મિલાવવાથી આપ ની ગુજરાતના રાજકારણમાં વિધીવત એન્ટ્રી થઈ ચૂકી છે અને એક માતબર પક્ષ તરીકે શાસક માટે પડકારરૂપ બન્યો છે અનેબની રહેશે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થી ગુજરાતમાં જેવી રીતે અંગ્રેજોએ સુરતથી એન્ટ્રી કરીને દેશમાં પ્રભુત્વ સ્થાપ્યું હતું એ જ રીતે દિલ્હીથી ઉદય પામેલા આપને સુરતનું આ શુકનવંતુ વિજય કેવું ફલે છે તે જોવાનું રહ્યું પરંતુ એક વાત હકીકત છે કે આપની એન્ટ્રીથી ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટા અને અસરકારક બદલાવ આવી જગ્યા છે કોંગ્રેસને પોતાની સ્થિતિ સ મર્જાઈ ગઈ, અને ભાજપ માટે પણ જાગી જવાનો સમય આવી ગયો ગણાય
ગુજરાતના બદલાતાં રાજકીય સમીકરણો!
Previous Articleખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનના કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
Next Article અદાલતોમાં ૧૧ માસ બાદ પ્રત્યક્ષ કામગીરી ધમધમશે