આધ્રપ્રદેશના તિરૂમાલાના ફેમસ તિરૂપતિ બાલાજી મંદિરમાં 24 ફેબ્રુઆરીએ એક ભક્તે પોતાની મન્નત પૂર્ણ થતા 2 કરોડ રૂપિયાના સોનાનું શંખચક્ર ચડાવ્યું હતું. ANIએ આ ચડાવીની તસવીર શેર કર્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે, તમિલનાડુના થેનીમાં રહેતા એક ભક્તે ભગવાન બાલાજીની મન્નત માંગી હતી. કોરોનાને કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ભગવાનની કૃપાથી તે સાજા થઈ ગયા હતાં.ત્યાર બાદ શખ્સે બે કરોડ રૂપિયાના શંખ અન ચક્રને મંદિરને ભેટ આપી હતી. મંદિર અધિકારીઓના અનુસાર, સોનાના આ શંખ અને ચક્રનો વજન 3.5 કિલો છે. તિરુપતિ મંદિર ભારતના સૌથી અમીર મંદિરોની લીસ્ટમાં આવે છે. સાથે બાલાજીને ભારતના સૌથી અમીર દેવતાઓની પદવી મળી છે.

02 6

2 કરોડના શંખ-ચક્રના ચડાવા બાદ ફરી વાર તિરૂપતિ બાલાજી ચર્ચામાં છે. અધિકારીઓએ જણાવ્યું કે,મંદિરના મુખ્ય દેવતાને આ જ્વેલરી પહેરાવવામાં આવશે.જોકે, આ પ્રથમ વાર નથી કે, મંદિરના દેવતાને સોનું ચડાવવામાં આવ્યું છે. અહી ઘણી વખત સોનાનું દાન આપવામાં આવ્યું છે.

તિરૂપતિની દુનિયાના સૌથી અમીર મંદિરોની લિસ્ટમાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. લોકો અહી પોતાની મનોકામના લઈને આવે છે અને જ્યારે તે પૂર્ણ થાઈ છે ત્યારે ચડાવો આપવામાં આવશે. આના કારણે મંદિરની દાનપેટી હંમેશા ભરેલી રહે છે.

03 5

મંદિરમાં રોકડની સાથે ભક્તો સોનું પણ ચડાવે છે. માહિતી અનુસાર, મંદિરના ખજાનામાં આઠ ટન આભૂષણો છે. સાથે અલગ-અલગ બેકોમાં મંદિરના નામ પર 3 હજાર કિલો સોનું રાખવામાં આવ્યું છે.

તિરૂપતિ બાલાજી દર્શને લોખા શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે જ આ મંદિરની સંપત્તિ 50 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે. માત્ર નવરાત્રીના સમયે આ મંદિરમાં 12થી 15 કરોડનો ચડાવો આવે છે.

આ મંદિરની દેખરેખ માટે હજારો કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા છે. ચડાવાની રકમથી આ કર્મચારીઓ પગાર કરવામાં આવે છે.ચડાવાની રોકડને ગણવા માટે ઘણા કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. સામાન્ય લોકોથી માંડીને મંત્રીઓ અને સેલેબ્સનો પણ તિરૂપતિ પર અપાર વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.