વાણી સ્વાતંત્રતાની જેમ મૌન રહેવાનો પણ દરેકને અધિકાર-ફેસબુકની સુપ્રીમમાં દલીલ
વિધાનસભાની કોઈ સમિતિ સમક્ષ ફરજીયાત હાજર થવા સરકાર અમને દબાણ ન કરી શકે- ફેસબુક
૨૬મીએ રાજધાનીમાં હિંસા મુદે પુછપરછ કરવા વિધાનસભાની સમિતિએ ફેસબુકને નોટિસ ફટકારી હાજર થવા આદેશ કર્યો હતો
નવા કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલનમાં સોશ્યલ મીડિયાનો વાયરસ ‘વાયરસ’ ઘુસી જતાક મોટુ જોખમ ઉભુ થયું છે. ફેસબુક, ટવીટર સહિતના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ખેડુત આંદોલનના સમર્થનમાં જંગ છેડાઈ હોય તેમ વિદેશી હસ્તીઓએ પણ ઝંપલાવ્યું છે. દેશના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કરી હિંસા ભડકાવાનો કમેન્ટસ, ટવીટ કરનાર ઘણી વિદેશી હસ્તીઓ ઉપર આરોપ છે. ૨૬મીએ રાજધાની દિલ્હીમાં હિંસા મામલે પુછપરછ કરવા દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદ્ભાવ સમિતિએ ફેસબુકને નોટીસ ફટકારી હાજર થવા હુકમ કર્યો હતો. પરંતુ અત્યાર સુધક્ષ ફેસબુકનાં ડાયરેકટર કે મેનેજીંગ ડાયરેકટર સહિત કોઈ જવાબદાર અધિકારી હાજર થયા નથી. જેને લઈ સુપ્રીમ કોર્ટમાં ગઈખાલે સુનાવણી થઈ હતી આ દરમિયાન ફેસબુકે ઘણી પ્રકારની દલીલ કરી દિલ્હી વિધાનસભા સમક્ષ હાજર થવું કે કેમ?? એ અમારી વ્યકિતગત ઈચ્છા છે જબરદસ્તી કરી કોઈ પણ પેનલ અમને હાજર થવાનું કહી શકે નહી તેમ જણાવ્યું હતુ. અને કહ્યું કે, જેમ વાલીની સ્વતંત્રતા અને અભિવ્યકિતનો દરેકને અબાધિત અધિકાર છે તેમ મૌન રહેવાનો પણ બંધારણીય મુળભૂત અધિકાર છે. વિધાનસભા પેનલ સમક્ષ ફરજીયાત ખુલાસા કરવા અમે બંધાયેલા નથી.
ફેસબુક તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટની ખંડપીઠને કહ્યું કે, ફેસબુક ઈન્ડિયાના હેડ અજીત મોહન કે જેને સમાન પાઠવાયા હતા તે દિલ્હી વિધાનસભાની પેનલ સમક્ષ હાજર થવા બાધ્ય નથી. આ દલીલ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘણી ચર્ચા વિચારણા થઈ ન્યાયાધીશ સંજય કૌલની અધ્યક્ષતામાં સુનાવણીકરી રહેલી ખંડપીઠે કહ્યું કે, તમે ચર્ચા-વિચારણા માટે એક ડીજીટલ પ્લેટફોર્મ પૂરૂ પાડો છો તો ચર્ચા વિચારણા અનો કલશતો થશે જ પરંતુઆ પ્લેટફોર્મમાં તમે પણ જોડાઈ ચર્ચા વિચારણા કરો અને કોઈ પણ સમિતિની સામે હાજર થવાથી ઈન્કાર કરીએ સ્વિકારવું ઘણુ મુશ્કેલ છે.
હરીશ સાલ્વેએ કહ્યું કે, વિરોધના માહોલમાં મૌન રહેવું એ પણ એક વિશેષતા છે કોઈ જાતનો ખુલાસો ન કરવો એ પણ એક અધિકાર છે તે માટે કોઈ સાથે જબરદસ્તી થઈ શકે નહી તો બીજી બાજુ દિલ્હી વિધાનસભાની સમિતિએ કહ્યું કે, તેને કોઈપણને નોટીસ આપવાનો અધિકાર છે. કાનુન-વ્યવસ્થામાં કોઈપણની પૂછપરછ કરવાનો પણ હક છે. સુનાવણી બાદ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષીત રાખી જણાવ્યું કે, જો ફેસબુક અને ટવીટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મથી કોઈ પ્રશ્ર્ન અથવા સમસ્યા છે તો, તેની પાસેથી જવાબ માંગવાનો અધિકાર રાજયની વિધાનસભાને આપી શકાય નહીં.
ડ્રાફટની જોગવાઈઓ
- * સોશ્યલ મીડીયા કંપનીઓએ ચીફ કંમ્પલાયર્સ ઓફીસરની નિમણુંક કરવી
- * વધુ એક એકઝીકયુટીવ ઓફીસરની નિમણુંક કરવી
- * ફરિયાદ નિવારણ અધિકારની નિમણુંક કરવી.
- * આ તમામ અધિકારીઓ ફરજીયાત ભારતીય નાગરિક હોવા જોઈએ.
- * સાયબર સલામતી સંબંધીત ફરિયાદોનો ૭૨ કલાકમાં તપાસ શરૂ કરવી.
- * ગેરકાયદે કમેન્ટસ, ક્ધટેન્ટસ વગેરે વિશેની ફરિયાદના ૩૬ કલાકમાં હટાવી દેવા.
સોશિયલ મીડિયાના વાયરસ ‘વાયરલ’ પર નિયંત્રણ લાવવા સરકારનો નવો ડ્રાફટ તૈયાર !!
ખેડુત આંદોલનમાં સોશ્યલ મીડીયાની ભૂમિકા અને ઓસ્ટ્રેલિયામાં સમાચારો પર પ્રતિબંધ મૂકતા ફેસબુકની કાર્યવાહીથી તમા દેશોએ સબક મેળવવાની અવશ્ય જરૂર છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મની સ્વતંત્રતા સ્વછંદતામાં ન પરિણમે તે માટે નીતિ નિયમો ઘડવા જરૂરી બન્યા છે. આ મુદે ભારતે મહત્વનું ધ્યાન દોરી સોશ્યલ મીડીયાના વાયરલ ‘વાયરસ’ પર નિયંત્રણ લાવવા તખ્તો તૈયાર કરી લીધો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક નવો ડ્રાફટ ઘડી કાઢ્યો છે. જેમાં ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ‘ઈન્ટરમીડીએટરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજીટલ મીડીયા એથીકસ કોડ’ નામથી એક ડ્રાફટ રજૂ કરાયો છે. જેમાં માત્ર ફેસબુક, ટવીટર, ઈન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ નહી પર સમાચાર પ્રકાશકો, ફિલ્મી દિગ્દર્શકોને લગતી પણ જોગવાઈ કરવામાં આવી છે.