ક્રિકેટ રસીકો અને ગુજરાતીઓને વિશ્વમાં નવી ઓળખ અપાવતા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન થઇ ચૂક્યું છે. મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પૂર્વે રાષ્ટ્રપતિએ, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે, સ્પોર્ટ્સ એન્કલનું ભૂમિપૂજન કર્યું હતું. સરદાર પટેલ સ્ટેડીયમનુ નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં પ્રથમ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે.
આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના લોકાર્પણ પ્રસંગે પ્રાસગિક સંબોધન કરતા કહ્યું કે, ગુજરાત માટે એવુ કહેવાતું હતું કે, ગુજરાતીઓ રમત ગમતમાં રસ નથી તેમને માત્ર ધંધા રોજગાર અને રૂપિયા કમાવવામાં જ રસ હોય છે. પરંતુ આ વાત ખોટી પૂરવાર થઈ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે નિર્ણય કર્યો કે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ બનાવવુ. નરેન્દ્રભાઈને નાની વાતમાં રસ નથી. વિશ્વમાં સૌથી મોટુ બનાવવામાં રસ છે. પછી એ સ્ટેડીયમ હોય કે સરદારનુ સ્ટેચ્યુ.
ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર ભાઈની ઈચ્છા હતી કે, સેનામાં અને રમતગમત ક્ષેત્રે ગુજરાતીઓ મોખરે હોવા જોઈએ. એક સમય હતો જ્યારે સેનાની ભરતીમાં ગુજરાતનો કવોટા ખાલી જતો હતો પરંતુ હવે સમય બદલાયો છે. સેનાની ભરતીમાં ગુજરાતનો ક્વોટા ખાલી નથી જતો. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતીઓ મોખરે પહોચી રહ્યાં છે. 2,48,714 ચોરસ મીટર જેટલા મોટા સ્ટેડીયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ આપવામાં ગૌરવ અનુભવાય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમમાં 11 પીચ છે. 4 ડ્રેસિગ રૂમ છે. વરસાદ આવે તો અડધા કલાકના અંતરાર બાદ મેચ રમી શકાશે. અહીયા આધુનિક સવલતો છે. સરદાર સ્પોર્ટસ એન્કલવ કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમત રમાતી હશે તે વિશ્વકક્ષાની હશે. સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલનો આ ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ છે.
મોટેરા સ્ટેડિયમની ખાસીયતોની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને પછાડીને મોટેરા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મોટેરા સ્ટેડિયમમાં પહેલા 1 લાખ 10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, તેમણે કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહિં, પરંતુ 1 લાખ 32 હજાર છે.