મોરબી જિલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશ પટેલ, લુણસર ગ્રા. પં. ના સદસ્ય વિનુભાઇ પટેલ સહીતના આગેવાનો, કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મોટું ગાબડું
ચૂંટણી પર્વ ઉજવાઇ રહ્યો છે જેમાં રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેનો જશ્ન મનાવાઇ રહ્યો છે તો આગામી પંચાયતોની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પણ પુરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા તથા જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહાનગરપાલિકાઓમાં ભાજપના ભવ્ય વિજયને વધાવાઇ રહ્યો છે જયારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. આ પરિસ્થિતિમાં વાંકાનેરના લુણસર ગામે ૧૦૦ જેટલા આગેવાનો કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા પંજાનો ખેસ ધારણ કરનારાઓને ઠેર ઠેરથી અભિનંદન આવકાર મળી રહ્યા છે. અને આનંદ ઉમંગનો માહોલ સર્જાયો છે. વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત લુણસર ગામના ૧૦૦ બીજેપી કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ગાબડુ પડયું છે. વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નીતીનભાઇ પટેલ, મોરબી જીલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશભાઇ પટેલ, લુણસર ગ્રાનમ પંચાયતના સદસ્ય વિનુભાઇ પટેલ સહિત લુણસર ગામના ભાજપ આગેવાનો, કાર્યકરો સહિત ૧૦૦ જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મોટું ભંગાણ થયું છે.
કોંગ્રેસમાં જોડાયેલા તમામ આગેવાનો, કાર્યકરોને વાંકાનેર કોંગ્રેસના ધારાસભ્ય જાવેદમીયા પીરજાદાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. તો વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નીતીનભાઇ પટેલ તથા મોરબી જિલ્લા યુવા ભાજપ ખજાનચી ભાવેશભાઇ પટેલને પંજાનો ખેસ પહેરાવી શુભકામનાઓ આપી હતી.