ઓસ્ટ્રેલિયામાં ફેસબુકે ન્યુઝ સર્વિસ બંધ કરી વિવાદ સર્જાયો હતો. ત્યારે ફેસબુક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ઓસ્ટ્રેલિયામાં પોતાના યુઝર્સ માટે ન્યૂઝ સામગ્રી પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવી રહ્યું છે. દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુકે એક પ્રસ્તાવિત કારયદાના વિરોધમાં ગત ગુરૂવારથી ઓસ્ટ્રેલિયામાં ન્યુઝ સર્વિસ સાથે જોડાયેલી સામગ્રી બંધ કરી દીધી હતી. આ પ્રસ્તાવિત કાયદામાં પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે, ફેસબુક અને ગૂગલને સામગ્રી માટે ન્યૂઝ પબ્લિશર્સને ચૂકવણી કરવી પડશે.
ઓસ્ટ્રેલિયાના નાણી મંત્રી જોશ ફ્રાયડેનબર્ગે કહ્યું કે, આવનારા દિવસોમાં ફેસબુક તમામ ન્યૂઝ પેજને ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. મંગળવારે તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, કાયદામાં સંશોધન કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સરકારે કહ્યું હતું કે, આ કાયદો ટેક કંપનીઓ અને મીડિયા સંસ્થાઓની વચ્ચે બજારમાં શક્તિ સંતુલન સ્થાપિત કરવામાં માટે લાવવામાં આવી રહ્યો છે.
આ કાયદા પર દુનિયા ભરની નજર હતી. પરંતુ Facebook અને ગૂગલે જોરદાર રીતે તેનો વિરોધ કર્યો હતો. ફેસબુકે મંગળવારે કહ્યું હતું કે, સરકારે તાજેતરની ચર્ચામાં તેમને ખાતરી આપી છે. Facebook પર ન્યૂઝ પોર્ટિસિપેશનના વાઈસ પ્રેસીડેન્ટ કેમ્પબેલ બ્રાઉને કહ્યું હતું કે,”અમે એક નિર્ણય પર પહોંચ્યા છે કે, જે અનુસાર સપોર્ટ માટે અમે પબ્લિશર્સને નક્કી કરી શક છું.જેમાં નાના અને સ્થાનીય પબ્લિશર્સ પણ શામેલ હશે.”
ફેસબુકના પોતાના એક શોકાસ પ્રોડક્ટ છે. જેના દ્વારા તે મીડિયા સંસ્થાઓને પોતાના પ્લેટફોર્મ પર સ્ટોરી બતાવવા માટે ચૂકવણી કરે છે. જોકે ઓસ્ટ્રેલિયાના નવા કાયદા હેઠળ ફેસબુક પર ન્યૂઝ લિંકને શેર કરવા અને પોસ્ટ કરવા માટે પૈસા ચુકવવા પડશે. ગત ગુરૂવારથી ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ પોતાના એકાઉન્ટ પર ન્યૂઝ સ્ટોરી જોવા તથા શેર કરી શકતા નહતાં.
ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આ ફેસબુક વિવાદ ભવિષ્યમાં ભારતમાં પણ સર્જાય તો ભારત આના પર કેવી કેવી અસર થઈ શકે છે, તે જોવાનું રહ્યું છે.