ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીના પરિણામો કાલે જાહેર થઈ ચુક્યાં હતા. ભારતીય જનતા પાર્ટીએ 6 મહાનગરપાલિકાએ પર વિજય મેળવી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો જીતી લીધી છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 192 બેઠક માંથી ભાજપનો 159 બેઠકમાં વિજય થયો છે અને કોંગ્રેસને માત્ર 25 બેઠક જ મળી છે. અમદાવાદમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી અસદ્દુદીન ઓવૈસીની AIMIMએ ખાતુ ખોલાવ્યું છે અને 7 બેઠક પર જીત મેળવી છે. જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટ મહાનગર પાલિકાની કુલ 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યાં છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 જ બેઠકો આવી છે.
ડાયમંડ સિટી સુરત મનપામાં આઝાદી બાગ પહેલી વાર કોંગ્રેસને ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી. પહેલીવાર ગુજરાતમાં એન્ટ્રી કરનારી આપ (AAP)ને 27 બેઠકો મળી છે.જ્યારે 120 બેઠકોની મહાનગર પાલિકામાં ભાજપે સપાટો બોલાવી 93 બેઠકો પર કબજો કરી લીધો.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં 76 બેઠકોમાંથી 69 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યાં છે.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 64 બેઠકોમાંથી 50 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે 11 બેઠક કૉંગ્રેસ પાર્ટીના ફાળે ગઈ છે. ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 52 સીટ માંથી 44 બેઠક પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસે 8 બેઠતો પર કબ્જ મેળવ્યો છે.