સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી ગ્રેડ આપતી નેકની ટીમ, એ ગ્રેડ છીનવાયો: યુનિવર્સિટીના કુલપતિ- ઉપકુલપતિએ કરેલા એ પ્લસ ગ્રેડના દાવા પોકળ સાબીત થયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમનું મૂલ્યાંકન ગત અઠવાડીયા આવ્યા બાદ આજે રીપોર્ટ પણ આવી ગ્યા છે ત્યારે એક બાજુ રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીનો માહોલ અને ભાજપની જવલંત જીત વચારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ‘નાક’ કપાયું છે. એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીપાસેથીહવે એ ગ્રેડ પણ છીનવાઈ ગયો છે. ત્યારે નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી ગ્રેડ આપતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. કુલપતિ નીતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ કરેલા એ પ્લસ ગ્રેડના દાવાઓ તદન પોકળ સાબીત થયા છે. લાખોનો ખર્ચો કર્યા બાદ પણ યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ ન મળતા યુનિવર્સિટી જગતમાં ભારે નારાજગી મચવા પામી છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત વર્ષ ૨૦૧૪માં નેકનું ઈન્પેકશન આવ્યું ત્યારે એ ગ્રેડ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ યુનિવર્સિટીમાં ઘણાબધા ઉતારચડાવ જોવા મળ્યા અને પાંચ વર્ષ બાદ એટલેકે ૨૦૧૯માં યુનિવર્સિટીમાં નેકનું ઈન્સ્પેકશન આવવાનું જોક્અમુક કારણોસર આ ઈન્સ્પેકશન ૨૦૧૯માં ન થયું અને ૨૦૨૦માં કોરોનાએ એન્ટ્રીક કરતા આ ઈન્સ્પેકશન પાછુ ઠેલવાયું જોકે યુનિવર્સિટીને ૨ વર્ષ જેટલો તૈયારી કરવાનો વધુ સમય મળ્યો છતા પણ ૨૦૨૧માં યુનિવર્સિટી નેકની ચોથી સાયકલમાં એ પ્લસ ગ્રેડ તો દૂર પરંતુ એ ગ્રેડ પણ સાચવી ન શકી.
યુનિવર્સિટીની હાલનાં કુલપતિ -ઉપકુલપતિ તેમજ અને સતાધીશો દ્વારા દાવા કરવામાં આવી રહ્યાછે. કે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ મળી જ જશે જોકે આ વચ્ચે યુનિવર્સિટીને એ ગ્રેડ પણ સાચવી ન શકાતા નેકની ટીમે યુનિવર્સિટીની કામગીરી જોઈને બી ગ્રેડ આપ્યો છે. જે ખુબજ યુનિવર્સિટી માટે શરમજનક વાત કહી શકાય આ વચ્ચે સતાધીશોએ કરેલા એ પ્લસ ગ્રેડના તમામ દાવાઓ પોકળ સાબીત થઈ રહ્યા છે.
એક બાજુ રાજયમાં છ મહાનગરપાલીકામાં ભાજપનો જવલંત વિજય થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાનું નાક કાપી નાખ્યું હોય તેમ એ ગ્રેડ પણ સાચવી ના શકી.
અબતકના અહેવાલમાં અનેકવાર દર્શાવવામા આવ્યું હતુ કે યુનિવર્સિટી એ ગ્રેડ જાળવી શકશે કે કેમ, તેના પર પણ સવાલ હતા અને તે સુત્ર આજે સાર્થક થયું છે.
જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ આવી ગયો હોત તો ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બની હોત પરંતુ આવુ શકય ન બન્યું. ઉચા ઉચા દાવાઓ કરીને પણ યુનિવર્સિટીએ કાઈ સાબીત ન કર્યું તે આજે સાબીત ન કર્યું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બી ગ્રેડ મળતા યુનિવર્સિટીજ નહીપરંતુ શિક્ષણજગતમાંપણ અનેક ચર્ચા થઈ રહી છે.
સેલ્ફ સ્ટડી રીપોર્ટમાં યુનિવર્સિટી નબળી સાબીત થઈ: વીસી-પીવીસી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા અઠવાડીયા નેકની ટીમનું ઈન્સ્પેકશન આવ્યું હતુ ત્યારે આજે યુનિવર્સિટીને નેકની ટીમ દ્વારા બી ગ્રેડ આપવામાં આવ્યો છે તે ખૂબજ શરમજનક વાત કહેવાય અને આ બાબતે યુનિવર્સિટીના વીસી-પીવીસીએ પોતાનો લુલો બચાવ કરતા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે યુનિવર્સિટીમાં જયારે નેકનું ઈન્સ્પેકશન આવ્યું ત્યારે તેના ૩૦૦ માર્કસમાંથી ૨૦૦થી વધુ માર્કસ મળ્યા છે. જોકે સેલ્ફ સ્ટડી રીપોર્ટના ૭૦૦ માર્કસમાંથી યુનિવર્સિટીએ કાઈ કાચુ કાપ્યું હોય તેવું લાગી રહ્યું છે. જયારે વીસી પેથાણીએ જણાવ્યું હતુકે આ નેકનું ઈન્સ્પેકશન ૨૦૧૪થી લઈ ૨૦૧૯ના વર્ષ દરમ્યાનનું છે. અને હજુ પણ યુનિવર્સિટીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કોઈપણ દુ:ખ લગાવ્યા વગર આગળ વધે અને યુનિવર્સિટીને સારો ગ્રેડ અપાવે તેમ મા માનવું છે.