નરેન્દ્રકુંવરબા સ્કુલ ખાતે સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ), અબતક મીડીયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા કરવામાં આવેલું, આ કેમ્પનું દિપ પ્રાગટય ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, અબતક સાંધ્યદૈનિકના તંત્રી સતીષભાઈ મહેતા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કાસુમા બેરીંગના કમલેશભાઈ ટીંબડીયા, મનીષ ભટ્ટ, મહેશ રાઠોડ, સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં અંદાજે ૩૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. જેમાં ડો. ચૌલાબેન લશ્કરી તરફથી તૈયાર કરવામાં આવેલ સ્વાઈન ફલુની દવાનો ડોઝ નિ:શુલ્ક આપવામાં આવ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા બક્ષી પંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ શ્રેણીના કાર્યકર્તા જેમાં લલીતભાઈ વાડોલીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા, પ્રવિણ ચૌહાણ, નાનજી પારધી, પાર્થ ચૌહાણે જહેમત ઉઠાવી હતી.
આ તકે વધુ માહિતી આપતા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ કે શહેર ભાજપ દ્વારા તેમજ શ્રી નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ) અને અબતક મીડીયા હાઉસના સહયોગથી શહેરના તમામ વોર્ડમાં સ્વાઈન ફલુ નાબુદી અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ તકે ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી સહિતનાએ આ કેમ્પનો વધુને વધુ લોકો લાભ લે તેમજ પ્રચાર પ્રસાર થાય એ માટે લોકોને માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો.