નગરપાલિકાની ચૂંટણીમાં વિજય મેળવવા જોર-શોરથી ચાલતું પ્રચાર કાર્ય: મુખ્યમંત્રીની હાજરીથી નારાજ આગેવાનોને મનાવવાનો વ્યહુ
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકામાં ટિકિટો માં અનેક પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતા ઉમેદવારો તેમજ મતદારોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા નગરપાલિકામાં ભાજપની સીટોમાં મોટી માત્રામાં ફેરફાર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં એ પણ લઘુમતી કોમને ટિકિટ આપવામાં આવી નથી જ્યારે નવાઈની વાત તો એ છે કે સુરેન્દ્રનગર શહેરની કાયાપલટ કરનાર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા ની પણ કોરોના કારણે પોતે સારવારમાં રહેલા હોવાના કારણે ભાજપમાં મોટી રાજ રમત રમાઈ ગઈ જેના કારણે સુરેન્દ્રનગર શહેરના મતદારોમાં મોટો કચવાટ જોવા મળી રહ્યો છે અને વળી ખાસ કરીને જૈન સમાજમાં પણ ઠેરઠેર મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે હાલમાં પ્રચાર કરવા જતા ઉમેદવારોને પણ જાકારો મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામાં મતદારોમાં ચર્ચાતી વિગતો મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અનેક નથી ને ભાજપ દ્વારા અવગણના કરવામાં આવી છે અને ટિકિટો પણ આપવામાં આવી નથી જેનો કારણે મતદારોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની કાયાપલટ કરવા માટે સરકારમાંથી ૧૧ કરોડના વિકાસના કામો કરનાર સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં કદાચ આ પ્રથમ પ્રમુખ તરીકે રહેલા હશે તેઓ હાલમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં ઉંમરના અને ચૂંટણીના ફતવા કાઢી અને કેટલાક ઉમેદવારો ને એના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે ત્યારે પણ આ પૂર્વ પ્રમુખના પુત્રનું નામ કાઢી નાખી અને મોટી ભૂલ કરી છે ત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યું છે કે જો નગરપાલિકા ભાજપની બને તો આ પૂર્વ પ્રમુખના પુત્રને ફરીવાર નગરપાલિકાના પ્રમુખ બનાવવા પડે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને શહેરમાં ચર્ચાએ પણ રહ્યો છે ત્યારે જોઈ જાણી અને પૂર્વ પ્રમુખના પુત્રને પણ ટિકિટ આપવામાં ન આવતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ભાજપના પ્રચારમાં ઉમેદવારોને મતદારો સાંભળતા ન હોવાનું પણ અનેક જગ્યાએ જોવા અને સાંભળવા મળે છે ચૂંટણી પહેલા જ અનેક જગ્યાઓ પર બેનરો મારવામાં આવ્યા હતા કે મતદાન માટે કોઈપણ ઉમેદવાર આએ અમારા વિસ્તારમાં આવું નહીં અનામતની માંગણી પણ કરવી નહીં જેવા બેનરો અને જગ્યા ઉપર લાગ્યા હતા અને જેની નોંધ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા લેવામાં આવી હતી ત્યારે હાલમાં નગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે ચૂંટણી જીતવી બંને પક્ષ માટે અઘરો વિષય બની ગયો છે ત્યારે અગાઉની ચૂંટણીમાં પણ ભાજપની સામે પેનલમાં મોટા માથાના ઉમેદવારોએ અપક્ષ ભરી અને ભાજપ ની ભીસ વધારી આપી હતી ત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ હતા ત્યારે આવી સભા કરી અને આ લોકો ને મનાવી લેવામાં આવ્યા હતા અને એમનું વર્ચસ્વ પણ વધારી આપવામાં આવ્યું હતું ત્યારે આ આ વખતે પણ ફરીવાર ભાજપ સામે ગણગણાટ શરૂ થયો છે અને જૈન સમાજ રબારી સમાજ તેમજ લઘુમતી સમાજ અવગણના થવાના કારણે મતદારો પર અસર વર્તાય તેવું હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે આવતીકાલે ૨૪ ૨ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ફરીવાર સુરેન્દ્રનગર શહેરની સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાણ નગરપાલિકા ને જીતવવા માટે પધારી રહ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સભાનો ભાજપ દ્વારા ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે