ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦ ટુર્નામેન્ટ પણ રમાવાની છે. જેના અનુસંધાને આજે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.ઈગ્લેન્ડની ટીમ અમદાવાદના સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે પેટીએમ ટી. ૨૦ સીરીઝના પાંચ મેચ ઈગ્લેન્ડની ટી રમવાની છે.તા.૧૨ માર્ચ, ૧૪ માર્ચ, ૧૬ માર્ચ, ૧૮ માર્ચ અને ૨૦ માર્ચનાં રોજ આ મેચ રમાશે.ઈગ્લેન્ડ સામેના પાંચ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા સીનીયર સીલેકશન કમીટીએ જે ટીમની પસંદગી કરી છે તેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વા.કેપ્ટન, કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડયા, રીષભ પંત વિકેટકીપર, ઈશાન કિશન વિકેટકીપર, યદુવેન્દ્ર ચહર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટીયા, ટી. નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચહર, નવદીપ સૈની, સાર્દુલ ઠાકુર છે.
Trending
- અમદાવાદ : વર્ષો જૂનું ત્રિકમ રાયજી મંદિર બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડ્યું, 7 શખ્સો સામે ફરીયાદ
- મોરબી : હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં આધેડની હ*ત્યા…!
- અમદાવાદ : સાયન્સ સિટી ખાતે અમિત શાહે સહકારી મહાસંમેલન-2025નો કરાવ્યો શુભારંભ
- નકલી દારૂની ઓરિજિનલ ફેક્ટરી..!! જામનગરમાં કનસુમરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી કર્યો પર્દાફાશ
- ફિનલેન્ડમાં જંગલ વિસ્તારમાં 2 હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયા, 5ના મો*ત
- અમેરિકામાં વાવાઝોડાનો કહેર : 27 લોકોનાં મો*ત
- હૈદરાબાદ : ચારમીનાર નજીક ગુલઝાર હાઉસમાં ભીષણ આગ, 17ના મો*ત
- ISROનું PSLV-C61 રૉકેટ લૉન્ચ મિશન અસફળ