નેમિનાથ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસનાં સૌજન્યથી યોજાયેલા કેમ્પનો લાભ લેવા લોકોનો ભારે ધસારો
સ્વાઈન ફલુની બીમારી વકરી રહી છે. ત્યારે તેને નાથવા નેમીનાથ ટ્રસ્ટ (કાસુમા બેરીગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસનાં સૌજન્યથી રાજકોટ તેમજ આસપાસનાં વિસ્તારોમાં સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ આપતા ડોઝનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે.
જેના ભાગપે મેટોડા જીઆઈડીસીમાં ડોઝ વિતરણ કેમ્પ યોજાયો હતો. ડેકોરા ભવન ખાતે યોજાયેલા આ કેમ્પમાં આઈએસકે બેરીંગના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. જીઆઈડીસી મેટોડા વિસ્તારમાં આવેલી ફેકટરીઓનાં કર્મચારીઓ તેમજ આસપાસનાં સ્થાનિકોએ બોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.
મેટોડા જીઆઈડીસી એસો.ના પ્રમુખ જમનભાઈ ભાલાળા, મેનેજર કળસૈયાભાઈ અને જાડેજાભાઈનો સહયોગ પ્રાપ્ત થયો હતો.