હેમુબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી મતદાન નહીં
ચોટીલા તાલુકાના ઢોકળવાના કાઠી સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે અમરેલી પોલીસ, એલસીબી તથા એસ.ઓ.જી.ની ટીમ દ્વારા અમરેલીના એસપી નિર્લીપ્તરાયની સૂચનથી સુરેન્દ્રનગરના ચોટીલા ગોસાલ ગામના હેમુબેન દિનેશ ભાઈ વાસ્તુભાઈ ખાચર જેઓે પોતાના પિયર લુવારા ગામ હતા એ વખતે હેમુ બહેન ના ભાઈ અશોક ભાઈ જયતા ભાઈ બોરીચા ને ઉપરોક પોલીસની બને ટીમ દ્વારા ધરપકડ કરવા માં આવેલ હતી અને પોલીસ દ્વારા સરકારી હથિયાર માંથી હવા માં ફાયરિગ કરવા માં આવેલ જેથી હેમુ બેન દ્વારા પોલીસનો હવામાં ફાયરિગ કરતો વિડીયો ઉતારવામાં આવતા અમરેલી પોલીસ દ્વારા હેમુ બેનને બિભત્સ ગાળો આપી તેઓને માર મારી અને કોઈપણ મહિલા કર્મચારી ન હોવા છતાં અટક કરી તેવો ઉપર જીવલેણ હુમલાની મદદગારીનો આરોપ મૂકી અને ખોટા કેસ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા હેમુબેનને માર મારવામાં આવેલ હતો જ્યા સુધી આ હેમુ બેનને ન્યાય ન મળે અને દોષિત પોલીસ કર્મચારી ઓ ઉપર કાયદાકીય કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઢોકળવા સહિત છ કાઠિ સમાજના ગામો દ્વારા દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ઢોકળવા ઉપરાંત આણંદપુર (બાદલા), નાની મોલડી, જાનીવડલા, ખેરાણા અને મોટા કાંધાસર ગામના કાઠિ સમાજના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
સાયલાનાં નાગડકામાં મતદાનનો બહિષ્કાર કરતા ક્ષત્રિય અગ્રણીઓ
સાયલા તાલુકાના નાગડકા ગામે ક્ષત્રિય અગ્રણીઓએ અમરેલીના લુવરા ગામના હેમુબેન ખાચરને ન્યાય આપવવા મીટીંગનું આયોજન કર્યુ હતું. જેમા કરણીસેના અને સુર્યસેનાના અગ્રણીઓ તેમજ અનીરૂદ્ધભાઇ ખાચર, શીવરાજભાઇ જેબલીયા, મહાવીરભાઇ ખાચર, બાબભાઇ ખાચર, પ્રવીણભાઇ ધાધલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ અગ્રણીઓએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.