નર્ચરિંગ નેબરહૂડ્સ ચેલેન્જ કોહોર્ટની જાહેરાત; ૨૫ શહેરોની પસંદગી
હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગત કાર્યરત સ્માર્ટ સિટીઝ મિશને બર્નાર્ડ વાન લીર ફાઉન્ડેશન (બીવીએલએફ) સાથે જોડાણમાં અને ડબલ્યુઆરઆઈ ઇન્ડિયા સાથે ટેકનિકલ પાર્ટનરશિપમાં નર્ચરિંગ નેબરહૂડ્સ ચેલેન્જ કોહોર્ટ માટે પસંદ થયેલા પચ્ચીસ (૨૫) શહેરોની જાહેરાત કરી હતી. આ ચેલેન્જ એક ૩-વર્ષની મુદ્દત ધરાવતી પહેલ છે, જેનો ઉદ્દેશ સરકારના સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત નાનાં બાળકોને મૈત્રીપૂર્ણ પડોશને ટેકો આપવાનો છે.
૩ વર્ષની મુદત ધરાવતી આ પહેલનો મુખ્ય ઉદેશ સરકારના સ્માર્ટ સીટીઝ મિશન અંતર્ગત નાના બાળકોને મૈત્રીપૂર્ણ પડોશને ટેકો આપવાનો
નર્ચરિંગ નેબરહૂડ્સ ચેલેન્જ કોહોર્ટ માટે રાજકોટ શહેરની પસંદગી થઇ છે. રાજકોટ ઉપરાંત શહેરીની પસંદગી થઇ છે. રાજકોટ ઉ૫રાંત શહેરી આ પ્રમાણે છે અગરતલા, બેંગાલુરુ, કોઇમ્બતૂર, ધર્મશાલા, ઇરોડ, હુબલી-ધારવાડ, હૈદરાબાદ, ઇન્દોર, જબલપુર, કાકિનાડા, કોચી, કોહિમા, કોટા, નાગપુર, રાજકોટ, રાંચી, રોહતક, રાઉરકેલા, સાલેમ, સુરત, તિરુવનંતપુરમ, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારંગલ. કોહોર્ટને પ્રારંભિક સફળતા પ્રદર્શિત કરવા, નાગરિકોને ભાગીદારી માટે સમજાવવા અને તેમની દરખાસ્તો પર સર્વસંમતિ ઊભી કરવા આગામી છ મહિનાના ગાળામાં કોહોર્ટને પરીક્ષણો અને પ્રયોગોનો અનુભવ મેળવવા અને અમલ કરવા વધારે સાથસહકાર મેળવવા અને ક્ષમતા નિર્માણ માટે ટેકનિકલ મદદ મળશે.
પસંદ થયેલા શહેરોને આગામી ૬ મહિનામાં ટેકનીકલ સહાય મળશે; ચેલેન્જ માટે ૬૦થી વધુ શહેરોએ એપ્લિકેશન રજૂ કરી
ચેલેન્જના પ્રથમ તબક્કામાં શહેરી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી અને આ પ્રક્રિયા ૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ બંધ થઈ હતી. ભારતમાંથી ૬૩ શહેરોએ એપ્લિકેશન રજૂ કરી હતી, જેમાં નાનાં બાળકો અને તેમની સારસંભાળ રાખતા લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા જાહેર જગ્યા, પરિવહન અને સેવાઓની સુલભતામાં નેબરહૂડ-લેવલ પ્રાયોગિક પ્રોજેક્ટ્સ શરૂ કરવાના પ્રસ્તાવો મળ્યાં છે. મૂલ્યાંકન સમિતિએ પ્રાપ્ત થયેલી એપ્લિકેશન્સમાંથી ૨૫ શહેરોની તેમની એપ્લિકેશનની ઉપયોગિતા ઓને આધારે પસંદગી કરી છે.
શહેરોએ વિવિધ પ્રકારના પ્રાયોગિક પ્રોજેક્ટ્સની દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં આસપાસના રહેણાક વિસ્તારોમાં બાળકો માટે અનુકૂળ વોકિંગ કોરિડોર ઊભા કરવા, શહેરી ઝૂંપડપટ્ટીઓમાં રહેતાં અતિ નાનાં બાળકો અને એમની સારસંભાળ રાખતા લોકો માટે સલામત રીતે અવરજવરની સુવિધા, પ્રકૃતિના ખોળામાં રમવાની અને વિવિધ સંવેદનાઓ કે સમજણ વિકસાવવા માટેની તકો વધારવી તેમજ શાળામાં અભ્યાસના કલાકો પછી સરકારી શાળાઓના મેદાનોમાં ઓછો ઉપયોગ થતી ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ જાહેર રમતના વિસ્તાર માટે કરવો જેવા પ્રસ્તાવો મળ્યાં છે. શેરીઓ અને ખુલ્લી જગ્યાઓના ઉપયોગ ઉપરાંત અન્ય સૂચિત પ્રાયોગિક પ્રસ્તાવોનો ઉદ્દેશ સરકારી ઓફિસના સંકુલો, બસ પકડવા માટેના સ્ટેશનો અને અવરજવરના કેન્દ્રોમાં નાનાં બાળકોની સુખસુવિધા માટેની જરૂરિયાતો પૂરી કરવી, ન્યૂટ્રિગાર્ડન્સ સાથે આંગણવાડીઓ અને વયને અનુરૂપ રમતના સાધનો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બહારના વેઇટિંગ એરિયામાં શેડ, બેઠક અને સ્તનપાન માટે અલગ કક્ષ વિકસાવવાનો છે.
એમઓએયુએના સ્માર્ટ સિટીઝ મિશનના સંયુક્ત સચિવ અને મિશન ડાયરેક્ટર કુનાલ કુમારે કહ્યું હતું કે, નાનાં બાળકો માટે સ્વસ્થ શહેરી વાતાવરણ ઊભું કરવા શહેરોને જોડતી આ ચેલેન્જમાં નેબરહૂડ-લેવલના હસ્તક્ષેપનાં મહત્વ પર ધ્યાન ફરી કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અભિગમ સર્વસમાવેશક, જન-કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપવા સ્માર્ટ સિટીઝ મિશનની વ્યૂહરચના સાથે સારી રીતે સુસંગત છે. વળી આ પ્રકારનો અભિગમ શહેર મુજબ સમાધાનો વિકસાવવા માટે સ્થાનિક વિસ્તારોને મહત્વ આપે છે, જેથી આપણા નાગરિકોના જીવનની ગુણવત્તામાં વધારો થશે. અમને ભારતભરના શહેરોએ ચેલેન્જમાં સામેલ થવા રસ દાખવ્યો તથા શહેરી આયોજન પ્રત્યે વધારે સંવેદનશીલ અભિગમ અપનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી અને લાખો નાનાં બાળકો અને તેમના પરિવારજનોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પૂરી કરવાની તૈયારી દાખવી એના પર ગર્વ છે. સર્વસમાવેશક વિકાસના પોતાના મુખ્ય ઉદ્દેશને પાર પાડવા ભારત સરકાર તમામ નબળા નાગરિકો, ખાસ કરીને નાનાં બાળકો માટે શહેરી વિસ્તારોમાં તકો વધારવા કટિબદ્ધ છે. નર્ચરિંગ નેબરહૂડ્સ ચેલેન્જનો શુભારંભ ૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ થયો હતો, જેમાં તમામ સ્માર્ટ સિટીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓને સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં દેશમાં ૫ લાખથી વધારે વસ્તી ધરાવતા અન્ય શહેરો પણ ભાગ લઈ શકતા હતા.
૩ વર્ષથી વધારેની મુદ્દત ધરાવતી આ પહેલમાં શહેરોની પસંદગી તેમના પ્રસ્તાવ, સજ્જતા અને કટિબદ્ધતાને આધારે થઈ હતી. આ શહેરોને નાનાં બાળકોનાં જીવનની ગુણવત્તા વધારવા સમાધાનો વિકસાવવા, એના પર પ્રયોગો કરવા અને મોટા પાયે લાગુ કરવા ટેકનિકલ સપોર્ટ મળશે અને ક્ષમતા વધારવા માટે તાલીમ આપવામાં આવશે. સમયની સાથે આ કાર્યક્રમ શહેરના આગેવાનો, મેનેજરો, સ્ટાફ, એન્જિનીયર્સ, શહેરી આયોજકો અને આર્કિટેક્ટ્સને ભારતીય શહેરોના આયોજન અને વ્યવસ્થાપનમાં નાનાં બાળકોને ગુણવત્તાયુક્ત સુખસુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સક્ષમ બનાવશે.
પ્રાયોગિક ધોરણે દેશમાં નેબરહૂડ્સમાં ૩૦૦થી વધુ પ્રોજેકટ શ કરવાની દરખાસ્ત
ત્રણ મહિનાના એપ્લિકેશન સમયગાળા દરમિયાન નર્ચરિંગ નેબરહૂડ્સ ચેલેન્જ અંતર્ગત રિમોટ કે વ્યક્તિગત ચર્ચા અને ઓનલાઇન ક્ષમતા-નિર્માણ કાર્યશાળાઓ દ્વારા ૧૦૦થી વધારે શહેરો સામેલ થયા હતા. ૦થી ૫ વર્ષની વય ધરાવતા બાળકો અને તેમની સારસંભાળ રાખતી વ્યક્તિઓની જરૂરિયાત પર કેન્દ્રિત કરવા શહેરોમાંથી પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળ્યો હતો.
સમગ્ર ભારતમાં નેબરહૂડ્સમાં કુલ ૩૦૦થી વધારે પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જે ૦થી ૫ વર્ષની વય ધરાવતા ૧૨ લાખથી વધારે બાળકોનાં જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. આ ઉપરાંત જાહેર જગ્યાઓમાં ભૌતિક સુવિધાઓ શહેરોએ વર્તણૂંકમાં ફેરફારો લાવવા જાહેર પ્રવૃત્તિઓના આયોજનનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે તથા શહેરી આયોજન અને વિકાસ માટેના તેમના અભિગમમાં નાનાં બાળકોની દ્રષ્ટિએ જરૂરી સ્થળો ઊભા કરવા લાંબા ગાળાની નીતિ અને વહીવટી ફેરફારો પર વિચારણા કરવાની દરખાસ્ત પણ રજૂ કરી છે.