ઈલેકટ્રીક વાહનોના વેચાણમાં પ્રયત્નો છતા પણ વધારો ન થતા નીતિ આયોગને રજુઆત

ઈલેકટ્રીક વાહનોનું ઉત્પાદન કરતા ઉધોગએ નીતિ આયોગ સમક્ષ પ્રોત્સાહન આપવાની રજુઆત કરી છે. ઈ-સ્કુટર બનાવતી કંપનીઓ દ્વારા માગ કરવામાં આવી છે કે ઈલેકટ્રીક વાહનના ઉત્પાદન માટે પ્રોત્સાહન‚પે ૪૦ હજાર ‚પિયા આપવામાં આવે.

એસએમઈવી (સોસાયટી ઓફ મેન્યુફેકચરર્સ ઓફ ઈલેટ્રીક વ્હીકલ) દ્વારા રજુઆતમાં કહેવામાં આવ્યું છે કે, ઈલેકટ્રીક સ્કુટરમાં વપરાતી અત્યાધુનિક લિથિયમ બેટરીની કિંમત ૮૦ હજાર ‚પિયા છે. બીજી તરફ ઈલેકટ્રીક વાહનોની કિંમત ઘટાડવામાં આવે તો લોકો ઈલેકટ્રીક વાહનો પ્રત્યે આકર્ષિત થાય તેમ છે.

એસએમઈવીના વ્યવસાયિક બાબતોના ડિરેકટર સોહિન્દર ગીલે કહ્યું હતું કે, ૨૦૧૮ના એક વર્ષ માટે ઈ-સ્કુટર બનાવતા ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે યોજના બહાર પાડવામાં આવે તે માટે નીતિ આયોગને રજુઆત કરવામાં આવી છે. તેમાં પણ લિથિયમ બેટરી ૪૦ હજાર ‚પિયા આસપાસ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરવામાં આવી છે.

સબસીડી‚પે ૪૦ હજાર ‚પિયા સીધા ઉત્પાદકોના ખાતામાં જ જમા કરાવવા પણ સુચન કરવામાં આવ્યું છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સબસીડીનો ઉપયોગ મેન્યુફેકચરર્સ માર્જીન વધારવા માટે ન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

ચાલુ વર્ષે ઉત્પાદકો અને સરકારના પ્રયત્નો છતા પણ ઈલેકટ્રીક વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થઈ શકયો નથી ત્યારે હવે પ્રોત્સાહન અને ભાવમાં ઘટાડાની દિશામાં નિર્ણયો લેવા માગ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.