તમામ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેવા ૧ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી : સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ
સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચુંટણીને નજીક આવી રહી છે ત્યારે જિલ્લામાં સતત રાજકારણમાં ગરમાવો છવાઈ જવા પામ્યો છે ત્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ૧૦ જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને ચૂંટણી લડવા માંથી બાકાત થઈ જવા પામ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા મીડિયા સમક્ષ આવ્યા હતા અને મહત્વનું નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના ઉમેદવારો ને ઉમેદવાર દીઠ ૨૦ લાખ રૂપિયા દઈ અને ફોર્મ પરત ખેંચવા ની ઓફર કરવામાં આવી હોવાના કારણે શહેર પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ પંકજભાઈ પુજારા નગરપાલિકા બહાર સ્ટેન્ડબાય થઈ જવા પામ્યા હતા ઉલ્લેખનીય છે કે આખો દિવસ માં એક પણ કોંગ્રેસના કાર્યકર એ ફોર્મ પરત ખેંચવા માટે નગરપાલિકાએ આવ્યા ન હતા.
ક્યારે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા મીડિયા સમક્ષ આવ્યા હતા તને સૂત્રો દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર શહેર કોંગ્રેસ પ્રમુખ ને નગરપાલિકા બિનહરીફ કરવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરાઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે એક પણ કોંગ્રેસના કાર્યકર એ અને ઉમેદવારે ફોર્મ પરત ખેંચયુ નથી. અને કોંગ્રેસના ઉમેદવાર માં ૫૨ ઉમેદવારો નગરપાલિકા લડવાના છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા આક્ષેપો બાદ ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.