લદાખમાં ગુરૂવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા ૩.૭ હતી.લદાખમાં ગુરૂ વારે સવારે ૭.૩૯ કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આજે સવારે ૭.૩૯ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર ૩.૭ જણાઇ હતી.ભૂકંપના આંચકાથી જાનહાની કે નુશાનના કોઇ અહેવાલ હજુ સુધી મળ્યા નથી.અત્રેએ યાદ આપીએ કે મંગળવારે પણ ભૂકંપનો આંચકો અનુભવ્યા હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ હતી. ભૂકંપનો આંચકો રાત્રીના ૧૦ કલાકે અનુભાવાયો હતો.