ટેલિ રિસોર્સનો દુરૂપયોગ કરી કરવામાં આવતી છેતરપિંડીના બનાવાની તપાસમાં સરકારનું ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ મદદરૂપ થશે
મેરા દેશ બદલ રહા હૈ… ડિજિટલ ઇન્ડિયાના ક્ધસેપ્ટને વ્યાપક બનાવવાની તેજ રફતાર વચ્ચે તેની નેટવર્ક અને ખાસ કરીને ટેલિફોન અને મોબાઈલ વપરાશકારો માટે વધુ સુરક્ષા અને સમસ્યાઓના નિવારણ માટે હવે સરકાર પ્રતિબદ્ધ બની છે .છેતરા મણા ફોન અને લોભામણી જાહેરાતો ના વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં અત્યારે પરેશાન કરનારા ફોન અને આર્થિક છેતરપિંડી ને રોકવા માટે કોઈ નકર વ્યવસ્થા અને સફળતા નથી, ત્યારે સરકારે હવે ફોન પર થતી હેરાનગતિ અને છેતરપિંડી રોકવા માટે કસૂરવારોને આકરા દંડ અને તપાસ માટે ડિજિટલ ઈન્ટલીજેન્ટ યુનિટ ની રચના કરવાની જાહેરાત કરી છે.
દેશમાં જે ઝડપથી મોબાઇલ નેટવર્કના વપરાશનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ મોબાઈલ વપરાશકારોને પરેશાન કરનારા પરિબળો પણ વધતા જાય છે, સરકારે આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ડિજિટલ ઇન ટેલી જેન્સ યુનિટ રચના કરવાનું નક્કી કર્યું છે વણ ગમતા કોલ અને છેતરપિંડી ના બનાવોમાં કપાસ અને કસૂરવારોને આકરા દંડ સહિત ની જોગવાઈઓ માટે સરકાર દ્વારા ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ ની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સોમવારે મંત્રી રવિશંકર પ્રસાદ આ અંગે જાહેરાત કરી હતી… દેશમાં વધતા જતા બિનજરૂરી અનિછયા ફોન, બિનજરૂરી મેસેજ અને મોબાઇલ નેટવર્ક નો દુરુપયોગ કરી કરવામાં આવતી છેતરપિંડી ના વધતા જતા બનાવો અને “ડું નોટ ડિસ્ટર્બ’ મજ્ઞની નોંધણી કરાવનાર ને પણ મળતા બિનજરૂરી સંદેશાઓ ની વ્યાપક ફરિયાદો ના નિવારણ માટે સરકારે કમર કસી છે સરકાર દ્વારા રચવામાં આવનારી ડિજીટલ ઇન્ટેલિજન્સ યુનિટ મોબાઈલ સંબંધી ફરિયાદો ના નિવારણ ની સાથે સાથે તપાસમાં મદદરૂપ થશે આવી પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવા માટે સરકારે કમર કસી છે અને મંત્રી રવિશંકર પ્રસાદે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને ટેલિકોમ વપરાશકારોની મુશ્કેલીઓ અને માનસિક સતામણી કરનારા તત્વોને કાબૂમાં લેવા ખાસ તાકીદ કરી છે.
મંત્રીએ ટેલિકોમ વિભાગને આ નવી વ્યવસ્થા અને જલ્દીથી અપગ્રેડ કરી કાયદા નું માળખું ઊભું કરવા હિમાયત કરી છે ટેલીફોન પર અણગમતા કોલ મેસેજની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ પર આર્થિક છેતરપિંડીના બનાવો પણ વધતા જાય છે એસ.એમ.એસ અને ટેલિકોમ્યુનિકેશન નો દુરુપયોગ કરનારા છેતરપિંડી કરનારા તત્વોને સરકારની આ નવી રચાનારી વ્યવસ્થામાં મળશે દેશમાં અત્યારે વર્ક ફ્રોમ હોમ અને બિઝનેસ અને ઓફિસનું સંચાલન ઓફિસની બહાર થી થઈ રહ્યું છે ત્યારે ઓનલાઇન અને ખાસ કરીને મોબાઇલ પર પરેશાન કરનારા કોલસાનું દૂષણ વઘ્યું છે મોબાઇલ ઇન્ટરનેટ ના વ્યવસાય કારો ને પણ ગ્રાહકોની સુરક્ષાની હિમાયત કરવામાં આવી છે જોબ પોર્ટલ ઓનલાઇન શોપિંગ ડિજિટલ બેન્કિંગ અને કોરોના વાયરસ અપડેટ ના વધતા ચલણને લઈને સરકારે આ કદમ ઉઠાવ્યું છે 2020માં આ કેસમાં 2.90 લાખ જેટલા સાયબર સુરક્ષા ને લગતા બનાવો નોંધાયા છે ડિજિટલ બેન્કિંગ પણ છેતરપિંડી ના બનાવતી બાકાત નથી ઇન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ મ 2018માં 1.6 લાખ ફરિયાદ 2019માં 2.5લાખ ફરિયાદો અને ચાલુ વર્ષે વધુ 2.90 લાખ ફરિયાદનો ઉમેરો થયો હતો સરકારે હવે આ સમસ્યાના ઉકેલ માટે બનાવેલી જે ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ હેરાન કરનાર ફોન કોલ અને છેતરપિંડી કરનારાઓ ની ખેર રહેવા નહીં દે.