કોંગ્રેસને મત આપી પેટ ભરી પસ્તાયા: લોકોની હૈયાવરાળ
ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડની જબ્બરજસ્ત ચૂંટણી વ્યૂહ રચના: હરીફોને કોઈ ગતાગમ પડતી નથી
આગામી 21મી ફેબ્રુઆરી યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.15ના લોકોએ હવે પરિવર્તન કરવાનો સ્વયંભુ નિર્ણય લઈ લીધો હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડમાં શેરીએ શેરીએ અને લતે લતે માત્ર કમળની જ ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે વોર્ડમાં ગોઠવેલી અભૂતપૂર્વ ચૂંટણી વ્યવસ્થાથી હરિફોના છાંતીના પાટીયા ભીંસાઈ ગયા છે. હરિફો કઈ રીતે પ્રચાર કરવો તેના વિકલ્પો શોધી રહ્યાં છે ત્યારે ભાજપે જોરશોરથી તમામ વિસ્તારમાં કમળની છાપ મારી દીધી છે. કોંગ્રેસને મત આપી પેટભરી પછતાયા છીએ હવે અમે પણ અન્ય વોર્ડની માફક વિકાસની દોડમાં સામેલ થવા માગીએ છીએ અને વોર્ડમાંથી ચારેય કમળો મહાપાલિકામાં મોકલવા ઈચ્છીએ છીએ તેવી વાતો વોર્ડ નં.15માં ચોરે અને ચૌટે ચાલી રહી છે.
ભાજપના ઉમેદવાર ગીતાબેન નાનજીભાઈ પારઘી, ડો.મેઘાવીબેન સિંધવ (માલધારી), વરજાંગભાઈ જૈતાભાઈ હુંબલ અને વિનુભાઈ સોમાભાઈ કુમરખાણીયાને તોતીંગ લીડથી વિજેતા બનાવવા મતદારો મક્કમ
વોર્ડ નં.15માં ભાજપના ઉમેદવાર શ્રીમતિ ગીતાબેન નાનજીભાઈ પારઘી (ક્રમાંક નં.5), ડો.મેઘાવીબેન સિંધવ (માલધારી) (ક્રમાંક નં.10), વરજાંગભાઈ જેતાભાઈ હુંબલ (ક્રમાંક નં.12) અને વિનુભાઈ સોમાભાઈ કુમરખાણીયા (ક્રમાંક નં.15)ને તમામ અઢારેય વરણનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. ગીતાબેન પારઘી દરેક સમાજના છેવાડાના માનવીને સેવા અને સુરક્ષા મળે તેવા ઉચ્ચ સંકલ્પ સાથે મેદાનમાં ઉતર્યા છે. મેઘાવીબેન સિંધવ ખુબજ નાની વયે માત્રને માત્ર સેવાના આશ્રય સાથે ચૂંટણી લડી રહ્યાં છે. વ્યવસાયે તેઓ દાંતના ડોકટર છે. વોર્ડમાં પ્રાથમિક સુવિધાની સાથે હેલ્થ સેન્ટરો પણ શરૂ કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે. જ્યારે વરજાંગભાઈ હુંબલ સતત દોડતા સેવાના સારથી તરીકેની છાપ વોર્ડમાં ધરાવે છે અને વિનુભાઈ કુમરખાણીયા તળપદા કોળી સમાજમાંથી આવતા એક યુવા ચહેરો છે. તેઓ સેવાકીય પ્રવૃતિમાં હંમેશા અગ્રેસર રહ્યાં છે. વોર્ડ નં.15માં આ વખતે કોંગ્રેસનો સફાયો નિશ્ર્ચિત છે. વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા બને તે માટે ભાજપ અને વિવિધ સમાજના આગેવાનોએ કમરકસી છે. પક્ષના આગેવાન સંજયભાઈ ગૌસ્વામી, ભિખુભાઈ ડાભી, સોમાભાઈ ભાલીયા, મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, કરણાભાઈ માલધારી, શામજીભાઈ ચાવડા, નાનજીભાઈ પારખી, હસુભાઈ બોરીચા, પાંચાભાઈ વજકાણી, જયશ્રીબેન સોલંકી, કમલેશભાઈ બગડાઈ છગનભાઈ મકવાણા, અશોકભાઈ બોરીચા, વિભાભાઈ જોગરાણા, શરતભાઈ તલસાણીયા, કાનાભાઈ શિયાળ, અજયભાઈ ચાવડા, હસુભાઈ છાંટબાર, મેરામભાઈ બોરીચા, રાયબાબેન સરવૈયા, હાજીભાઈ બુચડ, યુનુસભાઈ શાહ, ધિરૂભાઈ વજકાણી, ભરતભાઈ ચાવડા,પ્રવિણભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ મકવાણા, ગોરધનભાઈ બાવળીયા, અનિલભાઈ સરવૈયા, દેવજીભાઈ વાગેલા, અજયભાઈ મેરામ, નરેશભાઈ દવેરા, વિજરભાઈ પરમાર, રામજીભાઈ સોલંકી, હેમીબેન બાવરીયા,કિશોરભાઈ વધેરા, કિશોરભાઈ મકવાણા, મુકેશભાઈ વાળા, મહેશભાઈ અઘેરા, મોહનભાઈ ગોહેલ, બિપીનભાઈ પરમાર, કનુભાઈ મારૂ, શૈલેષભાઈ આંબલીયા, મહેશભાઈ સંખ્યા, ઉમેશભાઈ ગામી, ઉમેશભાઈ દેસાણી, કાળુભાઈ મુંધવા, દિનેશભાઈ ઠાઠાણી, કિશોરભાઈ રાઠોડ, અજયભાઈ ચુડાસમા, પુરણદાસ, ભરતભાઈ માલા, વિમલભાઈ બાબરીયા, જેઠીબેન વાઘેલા, ચિરાગ પરમાર, રવજીભાઈ મકવાણા, ભુપતભાઈ કીહલા, ધનાભાઈ ડાંગર, વિપુલભાઈ તોગડીયા, પંકજ પાંઉ, વિહાભાઈ ખડાણા, કાળુભાઈ હેરભા, વિનુભાઈ કોશીયા, કેતનભાઈ કુમરખારીયા, પુનાભાઈ ડાભી, વિરમભાઈ રબારી, માણેકચંદ ગુપ્તા, રત્નાભાઈ વાઘેલા, કાળુભાઈ મુંધવા, થોરાળા વિસ્તારના આગેવાન અશોકભાઈ રામાણી, રશિકભાઈ ખોખર, અશોકભાઈ નસીત, પોપટભાઈ ઠુંમર, નાથાભાઈ ગામી, ખીમજીભાઈ ગઢવી, ચુનારાવાડ વિસ્તારના આગેવાન ખીમજીભાઈ કટેસીયા, સવજીભાઈ સરવૈયા, વાલજીભાઈ મકવાણા, દલીત સમાજના થોરાળા વિસ્તારના આગેવાન એચ.એમ.વાળા, દેવજીભાઈ ગેડીયા, ગોરધનભાઈ અઘેરા, મુળજીભાઈ ચાવડા, પીઠાભાઈ પાંચાલ, ડી.કે.દવેરા, ખોડીયારનગરના આગેવાન મનસુખભાઈ ભુવા, રણછોહભાઈ કોળી, આંબાભાઈ કોળી, મનસુખ લખતરીયા, અશોકભાઈ ધાંધલ, પ્રવિણભાઈ ધાંધલ, જેઠુરભાઈ હુંબલ, ભરતભાઈ બારૈયા, પ્રશાંતભાઈ વાઘેલા, રાણીબેન પરમાર, ગંજીવાડાના આગેવાન જાદવભાઈ સરવૈયા,ધનજીભાઈ રાજપરા, જેરામભાઈ જાદવ, બાબુભાઈ હરિયાણી,હસુભાઈ મકવાણા, શામજીભાઈ વજકાણી, રમેશભાઈ અઘાણી, વશરામભાઈ માલકીયા, કાનજીભાઈ મોતાણી, મગનભાઈ મકવાણા,ગોવિંદભાઈ લીંબાસીયા, મહેશભાઈ મજેઠીયા અન્ય સમાજના આગેવાન હમીરભાઈ મુંધવા, ભીખુભાઈ બોરીચા, જગાભાઈ મુંધવા, નવઘણભાઈ મેવાડા,વશરામભાઈ લીંબાસીયા, રવજીભાઈ મુંધવા અને બચુભાઈ પટેલ,શિક્ષણ સમીતીના સભ્ય અને પૂર્વ કોર્પોરેટર શરદ તલસાણીયા, ચંદ્રેશભાઈ શાપરા, રોહિતભાઈ વજકાણી, હિતેશભાઈ કોળીયા, શરદભાઈ શિયાળ, અજયભાઈ તલસાણીયા, વિજયભાઈ ચૌહાણ, આશિષભાઈ રાણેશરા, કિશોરભાઈ મકવાણા, રોહિતભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર, પ્રવિણભાઈ મકવાણા, પ્રકાશભાઈ ચાવડા,મંજુબેન ચૌહાણ અને રાણીબેન પરમાર સહિતના અસંખ્ય કાર્યકરો ભાજપના ઉમેદવારોને તોતીગ લીડથી જીતાડવા ખભ્ભે ખભ્ભા મિલાવી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.