પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતીમાં ચાલુ સાલ દરેક દિકરીઓના ઘરે લગ્ન યોજાયા
માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 21 દિકરીઓનો લગ્નોત્સવ ‘વહાલુડીના વિવાહ-3’ તાજેતરમાં સંપન્ન થયો છે. છેલ્લા ચાર વર્ષથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી ‘દિકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા 22 દિકરીઓનો જાજરમાન સમુહ લગ્નોત્સવ યોજાય છે. સાથોસાથ પ્રત્યેક દિકરીઓને સમૃદ્ધ કરિયાવર પણ અપાય છે.
આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વહાલુડીના વિવાહ એક બ્રાન્ડ બની ગઇ છે. હજારો લોકોએ આ વહાલુડીના વિવાહને સ્વીકૃતિ આપી છે. આ લગ્નોત્સવમાં સુખી સંપન્ન પરિવારના દાતાઓનો પણ અદભૂત સહયોગ મળે છે. ‘દિકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના સંસ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજાના નેતૃત્વ નીચે ચાલુ સાલ પણ વધુ 21 દીકરીઓના લગ્નોત્સવ પ્રસંગ સંપન્ન થયો છે.
21 જાન્યુઆરીના રોજ પ્રથમ લગ્ન યોજાયેલા જેમાં આજે છેલ્લા લગ્ન સાથે ચાલુ વર્ષનો ‘વહાલુડીના વિવાહ’ પ્રસંગ પૂર્ણ
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દિકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ છેલ્લા 22 વર્ષથી તરછોડાયેલા નિરાધાર માવતરોની સેવા કરી રહ્યું છે. આ ઉપરાંત ‘દીકરાનું ઘર’ દ્વારા છેલ્લા 25 વર્ષથી સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, માવનતાવાદી અને શૈક્ષણિક પ્રવૃતિઓથી સતત થતી રહે છે. સમાજ ઉપયોગી કોઇપણ પ્રવૃતિમાં ‘દીકરાનું ઘર’ હંમેશા મોખરે રહે છે.
વહાલુડીના વિવાહ શિર્ષક અંતર્ગત સતત ત્રીજા વર્ષે યોજાયેલ આ લગ્નોત્સવ ‘વહાલુડીના વિવાહ-3’ આજરોજ સંપન્ન થયો છે. જે કુલ 10 દિવસ સુધી ચાલ્યો. પ્રવર્તમન કોરોનાની પરિસ્થિતિમાં ચાલુ સાલ દરેક દીકરીઓના ઘરે લગ્ન યોજાયા. સરકારની ગાઇડલાઇન મુજબ અત્યંત સાદાઇ અને ગરીમાપૂર્ણ આ પ્રત્યેક લગ્નમાં 70 લોકોની હાજરીમાં જ પ્રત્યેક પ્રસંગ ઉજવવામાં આવ્યા. તા.21 જાન્યુઆરીના રોજ પ્રથમ લગ્ન યોજાયેલ જે આજે 16 ફેબ્રુઆરીના રોજ છેલ્લા લગ્નથી ચાલુ સાલનો ‘વહાલુડીના વિવાહ’નો પ્રસંગ સંપૂર્ણ થયો.
171થી વધુ કાર્યકર્તાઓ લગ્નોત્સવમાં જોડાયા: સુખી સંપન્ન દાતાઓનો અદ્દભૂત સહયોગ
અત્રેએ ઉલ્લેખનીય છે કે ‘દીકરાનું ઘર’ દ્વારા યોજાતા વહાલુડીના વિવાહમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નિરાધાર દીકરીઓની અરજી મંગાવવામાં આવે છે. તેમાંથી પ્રતિ વર્ષ 22 દિકરીઓને પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 66 દીકરીઓના લગ્ન કરાવી આપવામાં ‘દીકરાનું ઘર’ નિમિત બની છે. ‘દીકરાનું ઘર’ નું અદભૂત મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ, ટીમવર્ક, આવી દીકરીઓ પ્રત્યેની સંદેવના, સમાજ પ્રત્યેનું ઉતરદાયિત્વની સમાજના તમામ સ્તરેથી મુકત મને પ્રશંસા કરવામાં આવી હતી.
‘દીકરાનું ઘર’ દ્વારા યોજાયેલ આ વહાલુડીના વિવાહમાં સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટીઓ મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી તેમજ ડો. નિદત બારોટ માર્ગદર્શનની ભૂમિકામાં રહ્યા હતા.
વહાલુડીના વિવાહ-3 સંપન્ન કરવામાં સંસ્થાના સમર્પિત કાર્યકરો ઉપેનભાઇ મોદી, શૈલેષભાઇ જાની, ગૌરંગ ઠકકર, અશ્ર્વિનભાઇ પટેલ, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળા, સુનીલ મહેતા, હરેન મહેતા, પ્રજ્ઞેશભાઇ પટેલ, ગુણુભાઇ ઝાલાડી, યશવંત જોશી, જીતુભાઇ ગાંધી, પરિમલભાઇ જોશી, જયેન્દ્રભાઇ મહેતા, હરીશભાઇ હરીયાણી, મહેશ જીવરાજાની, દોલતભાઇ ગદેશા, હસુભાઇ શાહ, ધીરજભાઇ ટીલાળા, પ્રમોદ વેકરીયા, હાર્દિક દોશી, શૈલેષ દવે, ડો. પ્રતિક મહેતા, આશિષ વોરા, પ્રમોદ વેકરીયા, જીજ્ઞેશ પુરોહિત, પારસ મોદી ઉપરાંત સંસ્થાના મહિલા કમિટીના સભ્યો કલ્પનાબેન દોશી, કાશ્મીરા દોશી, પ્રિતિ વોરા, ફાલ્યુનીબેન કલ્યાણી, રાધીબેન જીવાણી, ગીતાબેન એ. પટેલ, ગીતાબેન વોરા, અરૂણાબેન વેકરીયા, અલ્કા પારેખ, રૂપાબેન વોરા, આશાબેન હરીયાણી, આનંદીબેન પટેલ, મૌસમીબેન કલ્યાણી, ચેતના પટેલ, વર્ષાબેન આદ્રોજા, હિરલ જાની, કિરણબેન વડગામા, ડિમ્પલ કાનાણી સહિતના કાર્યકરોનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
પ્રત્યેક દિકરીને સવાલાખનો કરિયાવર ઉપરાંત રૂ.15000ની ફિકસ ડિપોઝીટ
‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમનો એક વિશાળ શુભેચ્છક વર્ગ છે. માતા-પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ આવી ગરીબ નિરાધાર દિકરીઓના જીવનમાં રંગ પુરવા દાતાઓના સહકારથી પ્રત્યેક દીકરીને લગ્નોત્સવમાં 1.25 લાખ (સવા લાખ)નો કરીયાવર ઉપરાંત 15000ની ફિકસ ડિપોઝીટ તેમજ જમણવારના ખર્ચ પેટે રૂ.10,000 રોકડા આપવામાં આવેલ. 10 દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં ‘દીકરાનું ઘર’ના 171થી વધુ કાર્યકર્તા ભાઇઓ-બહેનો જોડાયા હતા.
દાતાઓ કાર્યકર્તાઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરતા આયોજકો
વહાલુડીના વિવાહ-3માં સાથ આપનાર તમામ દાતાઓ, શુભેચ્છકો, કાર્યકર્તાઓ, દિકરીના ઘરના પરિવારના સભ્યો, અમારી વાતને લોકો સુધી પહોંચાડનાર પ્રિન્ટ મિડિયા, ઇલેકટ્રોનિક મિડિયા તેમજ નામી-અનામી તમામ પ્રત્યે સંસ્થાના સંસ્થાપર મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજાએ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી છે. તેમજ ભવિષ્યમાં પણ આવો જ ઉષ્માભર્યો સાથે સહકાર આપવા હૃદય સ્પર્શી અપીલ કરી છે.