કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની હાઇ લેવલ કમિટીએ ફ્રેમ વર્ક તૈયાર કરી નાખ્યું છે
હાઇ લેવલની કમિટીએ હોમીયોપેથી અને આયુર્વેદ માટે નવા કાયદાઓ લાગુ કરવા ફ્રેમ વર્ક તૈયાર કર્યુ છે.નીતિ આયોગની હાઇલેવલની કમીટીએ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા અને નેશનલ મેડીકલ કમિટીને વિશ્ર્વાસમાં લઇને માળખું તૈયાર કર્યુ છે.નીતિ આયોગના ચેરમેન અરવિંદ પનઘટિયાના વડપણ હેઠળની કમીટીએ આયુર્વેદ અને હોમીઓપેથીમા કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઇન્ડીયન મેડીકલ સેન્ટ્રલ કાઉન્સિલ (એમ.આઇ.સી.સી.) એકટ ૧૯૭૦ અને હોમીયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ (એચ.સી.સી.) એકટ ૧૯૭૩ માં ફેરફાર કરીને તેને રીપ્લેસ કરવાનો નિર્ણય કર્યો છે.ઉલ્લેખનીય છે કે હવે આયુર્વેદ અને હોમીઓપથીનો વૈશ્વિક રીતે સ્વીકાર થયો છે. અહીંથી બી ઈ એમ એસ કે ડી એચ એમ એસ ભણીને લગેલા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, લંડનમાં ફેડરલ કે પ્રાઇવેટ સેકટરની હોસ્પિટલોમાં મેલ-ફીમેલ નર્સથી લઇને હાઇ લેવલની જોબ મેળવે છે. જો કે, ઘર આંગણાની વાત જરા જુદી છે. કેમ કે અહીં કાયદાનું પાલન કરનારા કરતાં કાયદાનું ઉલ્લંઘન કરનારા વધુ જોવા મળશે.અહીં એ ન ભૂલવું જોઇએ કે નવી કેન્દ્ર સરકારે જાગૃતિ દાખવીને હવે હોમિઓપેથી અને આયુર્વેદ માટે નવા કાયદાઓ લાગુ કરવા ફ્રેમ વર્ક ઘડી કાઢયું છે. જેનો અમલ ફરજીયાત બનશે.