ખુલતી બજારે સેન્સેકસમાં 340 પોઈન્ટનો ઉછાળો: બીએસઈનું માર્કેટ કેપ દેશની જીડીપી કરતા પણ વધ્યું
કેન્દ્રીય બજેટમાં લીધેલા વિકાસલક્ષી નિર્ણયોના કારણે શેરબજારમાં સતત ત્રીજા અઠવાડિયે તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે. આજે બજાર ખુલતાની સાથે જ 52000ની સપાટી ઉપર ખુલ્યું હતું. વર્તમાન સમયે સેન્સેકસમાં 238નો વધારો જોવા મળ્યો છે. સેન્સેકસ 53000ની સપાટી તરફ કૂચ કરી રહ્યો છે. આજે ઓએનજીસી, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા શેર 1.75 થી 3.56 ટકા સુધી ઉછળ્યા છે.
બીજી તરફ બીએસઈનું માર્કેટ કેપ રૂા.205 લાખ કરોડ (2.8 ટ્રીલીયન ડોલર) જેટલું થઈ ચૂક્યું છે. આ માર્કેટ કેપ દેશની જીડીપી કરતા પણ વધુ છે. આ લખાય છે ત્યારે નિફટીમાં 97 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફટી 15412ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બેંક નિફટીમાં 134 પોઈન્ટનો ઉછાળો છે. આજે મીડકેપના શેરમાં પણ નજીવી તેજી જોવા મળી છે. ટાટા સ્ટીલ, હિન્દાલકો 4 થી 5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ટેકનોલોજી, ઓઈલ-ગેસ અને ઓટોમેટીવ સેકટરમાં પોઝિટિવ અસર છે.
બજેટમાં કરેલી જોગવાઈના કારણે આંતરરાષ્ટ્રીય મુડી રોકાણકારનો વિશ્ર્વાસ ભારતીય અર્થતંત્ર ઉપર વધ્યો હતો. ભારતીય ચલણ રૂપિયો સ્ટેબલ રહ્યો હતો. આ ઉપરાંત ફોરેકસ રિઝર્વ પણ 600 બીલીયન ડોલર સુધી પહોંચી ગયું હતું. જેના કારણે ભારતીય શેરબજાર તરફ આંતરરાષ્ટ્રીય મુડી રોકાણકારો આકર્ષાયા છે. આંકડા મુજબ સ્થાનિક રોકાણકારોએ રૂા.8960 કરોડના સ્ટોક વેંચ્યા હતા. સામાપક્ષે વિદેશી રોકાણકારોએ રૂા.20100ના સ્ટોક ખરીદ્યા હતા.
કેન્દ્રીય બજેટ બાદ શેરબજારની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગી છે સતત ત્રણ અઠવાડિયાથી બીએસઈ સેન્સેક્સની તેજ રફતારે દલાલ સ્ટ્રીટમાં ભારે તેજીનો માહોલ ઊભો કરી દીધો છે સરકારના સુધારાવાદી પગલાઓ ઉપરાંત એફસીઆઈ થી સેન્સેક્સને તેને ઊંચે ચડવાના પગથિયા મળી ગયો તેમ સોમવારે 52000નું સીમાચિન્હ પાર કરી લીધું હતું. આજે પણ તેજી જોવા મળી છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર તેજીના મુખ્ય બન્યા હતા અને બજારનું મૂલ્ય 205 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું આ આંકડા દેશના વિકાસ દર થી પણ ઊંચા થઇ ગયા છે.
આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓને કારણે રોકાણકારાનો ઉત્સાહ વધ્યો છે બેડ બેંક માટે ભંડોળ એકઠું કરવાના પગલાને લઇને હજુ હજારો વધશે રૂપિયા ઠલવાશે. ભારતીય શેરબજાર સતત પહેલી તારીખથી તેજીની ચાલતી આગળ વધી રહ્યું છે 19 લાખ કરોડ રૂપિયાના એનએસઈના માર્કેટનું કદ 205 લાખ એટલે કે તે પણ 2.8 ટ્રીલિયન ડોલર સુધી પહોંચી ગયું છે બજારની કુલમૂવિ અને જીડીપી નો રેશિયો એક કરતા વધુ થવા પામ્યો છે. વિદેશી મૂડીરોકાણના આંકડાએ બજાર નવું બળ આપ્યું છે વૈશ્વિક તેજી અને ક્રૂડ ઓઇલના ભાવ જેવા પરિબળોને લઈને બજારમાં આવેલી આ તેજી હજુ આગળ વધશે યુરો ઝોન અને ડોલરની વધઘટ પણ ભારતીય બજારમાં અસર દેખાઈ રહી છે તે 20 હજાર કરોડ રૂપિયા એટલે કે 2.2 મિલિયન ડોલર ના ભંડોળ અને સી ડી એસ એલ અને બીએસઇના રૂપિયા 8 હજાર 960 કરોડના આંકડા બજાર માટે શુકનવંતી સાબિત થયા છે.