આપણે સૌ જાણીએ જ છીએ કે મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.દરેક પક્ષ પૂરજોશ સાથે આ ચૂંટણી જીતવા માટે કાર્ય કરી રહી છે.બધા જ પક્ષના ઉમેદવારો પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને પોતાના પ્રચાર કરી રહ્યા છે અને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.
ચૂંટણીનાં પ્રચારની વાત કરીએ તો વોર્ડ નં 3નાં ઉમેદવારો ગાયત્રીબા વાઘેલા,કાજલબેન પૂરબિયા, દાનાભાઈ હુંબલ અને દિલીપભાઈ આસવાણીને કોંગ્રેસના વોર્ડ નં 3નાં ઉમેદવારો ચૂંટણીનાં પ્રચાર માટે શેઠનગર વિસ્તારમાં નીકળેલા હતા.વોર્ડ નં ૩નાં સીમાંકનમાં વધારો પણ કરવામાં આવ્યો છે.
મતદારોને રીઝવવા માટેના નુસ્ખાઓ ઉમેદવારો અપનાવી રહ્યા છે. તેઓ લોકોને મળ્યા અને પ્રજા પાસેથી જાણવા મળ્યું કે તેઓ પાણી,ડ્રેનેજ,સ્ટ્રીટ લાઈટ વગેરે સમસ્યાઓથી પીડાય છે.વોર્ડ નં 3નાં ઉમેદવારોએ પ્રજાને વિશ્વાસ દેવડાવતા કહ્યું છે કે પ્રજા પરિવર્તન ઇચ્છે છે અને અમે પરિવર્તન લાવીશું.