જીએસટી રીફંડ સુધારામાં નિકાસકારોનું હિત ઘ્યાને રાખજો: રાજકોટ ચેમ્બરની નાણામંત્રી, વડાપ્રધાને રજુઆત
નિકાસકારોના આઇજીએસટી રીફંડ ફેરફારમાં નિકાસકારોના હિતમાં ઘ્યાનમાં લેવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાણામંત્રી, વડાપ્રધાન તથા આઇજીએસટી ચેરમેનને રજુઆત કરવામાં આવી છે.
પ્રવર્તમાન જીએસટી કાયદાના સરળીકરણ લાવવા તથા થતી ગેરરીતી રોકવાના ઇરાદાથી કેટલાક સુધારા વધારા લાવવામાં આવનાર છે. તે હાલમાં આઇજીએસટી રીફંડ મેળવતા ખાસ કરીને નિકાસકારોન માલ એકસપોર્ટ થતા ટુંક સમયની અંદર રીફંડ મળી જતું હોય છે., પરંતુ નવા સુધારામાં નિકાસકારો પર નિકાસબિલના નાણા જયાં સુધી તેમના બેંક ખાતામાં જમા થયા ન હોય, ત્યાં સુધી આઇજીએસટી રીફંડ ચુકવવામાં આવશે નહીં, તેવો ફેરફાર લાવનાર છે. જેથી નિકાસકારોના નાણા લાંબા સુધી રોકાશે, આમ નિકાસકારોની ચાલુ મુડીના નાણા જીએસટીના રુપમાં રોકાઇ રહેશે. જેથી નિકાસકારોને નાણાકીય પ્રવાહીતાની ખેંચ ઉભી થશે. આ ઉપરાંત બીજા કેટલાક સુધારા વધારા અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચેરમેન જીએસટી કાઉન્સીલ, નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામન, વાણિજય મંત્રી પિયુષ યોગેલ, તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ કરવામાં આવી છે તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઇ દોશી તથા ઇન્ચાર્જ માનદમંત્રી ઇશ્ર્વરભાઇ બાંભોલીયા દ્વારા જણાવાયું છે.