અમારા માટે સત્તા એ સેવાનું માઘ્યમનું માઘ્યમ છે: ભાજપનાં ઉમેદવાર જયમીનભાઇ ઠાકર, ડો. દર્શિતાબેન શાહ, મનિષભાઇ રાડીયા તથા જાડેજા
પાંચ વર્ષમાં 95 કરોડના વિકાસ કામો કરી વોર્ડ નં.ર નો ભાજપના નગર સેવકોએ કાયાપલટ કર્યો
મહાપાલિકાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરભરમાં સર્વત્ર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.ર ના મતદારોએ ફરી એક વાર ચારેય કમળ મહાપાલિકામાં મોકલવાનું મકકમ બનાવી લીધું છે પ્રચારમાં ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.
મહાપાલિકાના વોર્ડ નં.ર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા લોક પ્રચારમાં વિસ્તારવાસીઓનું જબરદસ્ત લોક સમર્થન મળી રહ્યું છે. શનિવારે વોર્ડ નં.ર ના લોક લાડીલા ઉમેદવારો જયમીનભાઇ ઠાકર (ક્રમ નં.4), ડો. દર્શિતાબેન શાહ (ક્રમ નં.6), મનીષભાઇ રાડીયા (ક્રમ નં.9) મીનાબા જાડેજા (ક્રમ નં.10) દ્વારા શીતલ પાર્ક, અવંતિકા પાર્ક, મોચીનગર, બજરંગવાડી, રેલનગર ખાતે લોકજનસંપર્કની શરુઆત કરી હતી. આ વિસ્તારોમાં વિસ્તારવાસીઓ દ્વારા ચારેય ઉમેદવારોને પુષ્પોથી અનોખું સ્વાગત કરવામાં આવ્યુઁ હતું. વિસ્તારવાસીઓ દ્વારા આ જનસંપર્કમાં ચારેય ઉમેદવારોને પ્રચંડ બહુમતિથી જીત અપાવવા સંકલ્પ કર્યો હતો.જનસંપર્ક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, વોર્ડ નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલભાઇ પંડિત, દશરથભાઇ વાળા, ભાવેશભાઇ ટોયટા, કમલભાઇ ભટ્ટ, ગુલાબસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, ભાણુભા, નિલેશભાઇ તેરૈયા, જય દવે, ઉદયભાઇ મોમૈયા, ભાગવતભાઇ શર્મા, ધર્મરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, હિતુભા જાડેજા, પ્રીતેશ પોપટ, રાજુભાઇ પારેખ, બ્રિજરાજસિંહ જાડેજા, ગૌતમભાઇ વાળા, દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, હર્શીદાબા કનેજીયા, અમીબેન પારેખ, લીલાબા જાડેજા, શ્રઘ્ધાબેન સીનજીયા, જાડેજા, નેહાબેન રાણે, રંજનબેન સોલંકી, નમ્રતાબેન રાણે, પુનમબેન વાડોદરિયા, ગીતાબેન ચાવડા, નીલમબેન જોશી, નલીનીબેન જોશી, કૈલાસબેન ચૌહાણ, દક્ષાબેન ડોડીયા, ધર્મેન્દ્રભાઇ મીરાણી, મયુરભાઇ રાડીયા, હાર્દિકભાઇ બોરદ, યોગીરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, જોરૂભા ઝાલા, અજયભાઇ સાતા, એજાજબાપુ બુખારી, સોકાતભાઇ હુસેનભાઇ કચરા, રજાકભાઇ કારીયાણી, રાજુભાઇ, પરવદભાઇ કુરેશીયા, કૃણાલભાઇ દવે, જયરાજસિંહ જાડેજા, ચૌહાણ, પંકજભાઇ જોશી, હર્ષદભાઇ સરવૈયા, સપનાબેન મકવાણા, મધુબેન સંચાણીયા, ડીમ્પલબેન સંચાણીયા, દક્ષાબેન જાડેજા, યોગીતાબા જાડેજા, જયોતિબા જાડેજા, મીતાબા રાણા, હંસાબા ગોહિલ, વૈશાલીબા ગોહિલ, જાગૃતિબા જાડેજા, દક્ષાબા રાણા, રશીલાબા જાડેજા, મીતાબા જાડેજા, પ્રફુલ્લાબા સરવૈયા, સુશીલાબા રાણા, નયનાબા રાણા અને ધર્મિષ્ઠાબા રાણા ઉપસ્થિત રહ્યા હતા.