વિવિધ પ્રજાતિના શ્વાન લોકોને પાર્કમાં જોવા મળતા બાળથી મોટરાને મોજ પડી ગઈ
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રેસકોર્ષમાં પ્લેનેટોરીયમ સામે આવેલા એનર્જી પાર્કમાં ડોગ પાર્ક બનાવતા આજે રવિવારે સાંજે ડોગ લવર પોતાના પાલતું શ્વાન સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેસકોર્ષનાં રવિવારના વાતાવરણની સંધ્યાએ બાળથી મોટેરાને વિવિધ પ્રજાતિનાં ડોગ જોવા મળતા અનેરો આનંદ છવાયો હતો. ડોગ પાર્કમાં આજે શ્વાનની વિવિધ લેબ્રાડોર, જર્મન શેફર્ડ, બીગલ, ક્રોકર સ્પેનિયલ, ગોલ્ડન રીટરીવર, સાયબ્રેરીયન હસ્કી, પોમેરિયન, પગ અને સીટ્ઝુ જેવી વિવિધ પ્રજાતિઓ શ્વાન માલીકો લાવ્યા હતા ફરવા આવેલા નાના બાળકોને જોવાની મઝા પડી ગઈ હતી. આજે ડોગ પાર્કનાં શ્વાન પ્રેમીઓની શુભેચ્છા મુલાકાતે મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ખાસ રહીને શ્વાન પ્રેમીઓને તમામ સહયોગની ખાત્રી આપી હતી.
સમગ્ર આયોજનમાં અરૂણ દવે-નયન પોરીયા, શૈલેષ મહેતા, ભાવિક પાઠક, કૌશલ ફીચડીયા, કવિતાબેન જોશી, અને સોનલબેન મહેતાએ સમગ્ર પાર્ક વ્યવસ્થા સંભાળી હતી. ગાર્ડન સુપ્રીટેન્ડન્ટ રા.મ્યુ. કોર્પોરેશનના હાપલીયા પણ હાજર રહ્યા હતા. આ ડોગ પાર્કમાં આગામી દિવસોમાં બાકડા-પાણી સાથે ડોગને રમવા વિવિધ સાધનો મુકવામાં આવશે. ડોગ લવર ગ્રુપના સભ્યોને આઈકાર્ડ પણ અપાશે આજે શ્વાન માલિકો પોતાની ટોયબ્રીડ પણ લાવ્યા હતા. જેને વિશાળ જગ્યા મળતા કુદતા-દોડતા જોવા મળ્યા હતા.
ડોગ પાર્કમાં હવેથી દર રવિવારે શ્વાન માલિકો સાંજે પોતાના શ્વાન સાથે ફરવા આવી શકશે તેવી વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં પ્રથમવાર શરૂ થતા શ્વાન પ્રેમીઓમાં આનંદનો થયો હતો. આ પાર્કમાં પાળેલા સ્ટ્રીટ ડોગ પણ લાવી શકશે. ડોગ માંદુ હોયતો ન લાવવા સર્વો શ્વાન પ્રેમીને જણાવાયું છે.
ડોગ માંદુ હોયતો ન લાવવા સર્વો શ્વાન પ્રેમીને જણાવાયું છે. આ ડોગ પાર્ક શ્વાન માલિકો માટે ઓપન ફોર ઓલ છે. પણ નોંધણી કરાવી જરૂરી છે. આગામી દિવસોમાં નીકેર-મેડિકલ કેમ્પ વેકસિનેશન કેમ્પ ફેશન શો ડોગ શો જેવા વિવિધ કાર્યક્રમો પણ ડોગલવર ગ્રુપ દ્વારા યોજાનાર છે. જેને માટે એક કમિટક્ષ પણ બનાવાય છે.