આપણે સૌ જાણીએ છીએ કે મહાનરપાલિકાની ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બધા જ પક્ષોના ઉમેદવારો આ ચૂંટણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચૂંટણીનો પ્રચાર કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પૂરજોશ સાથે શરૂ કરવામાં આવ્યો છે.
વોર્ડ નં 9નાં ઉમેદવારો વિશાલ દોંગા,પ્રતિમાબેન વ્યાસ,ચંદ્રિકાબેન પટેલ અને અર્જુન ગુજરિયાં ચૂંટણી પ્રસાર માટે મુંજકા પાસે આવેલું ટિટોડિયા ગામે ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા હતા. ગઈ કાલે રાત્રે ટિટોડિયા ગામમાં કોંગ્રેસની સભા રાખવામાં આવી હતી. આ સભામાં પ્રચંડ જનસમર્થન જોવા મળ્યું છે. તમામ ઉમેદવારોએ ગામના લોકોની સમસ્યાઓ સાંભળી.
લોકો પાસેથી જાણવા મળ્યું કે લોકો ગંદકી,રોડ રસ્તા,રસ્તામાં પાણી ભરાઈ જવું વગેરે સમસ્યાઓથી છુટકારો મેળવવા ઇચ્છે છે.કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું કે જો પ્રજા અમારા પર વિશ્વાસ કરશે તો અને તેમની દરેક સમસ્યાઓનો ઉકેલ લાવીશું.