તણાવની સ્થિતિમાં એન્ડ્રેનેલીન, અંતસ્ત્રાવ, આક્રમક બનાવે છે જે અંતસ્ત્રાવ પથ્થર યુગમાં આપણા પુર્વજોને જંગલી પ્રાણીઓ સાથે લડવામાં અને તેમનાથી બચવા દૂર ભાગી જવામાં મદદરૂપ થતો
કોઈનું પણ જીવન સંપૂર્ણપણે ચિંતા વગરનું થઈ શકતું નથી. પછી કોઈપણ સ્થિતિમાં કામ કરતા હોય, મેનેજર હોય કે, નોકરીયાત હંમેશા તણાવ શરીર સાથે જોડાયેલો જ રહે છે. વળી આ ચિંતા શરીરને ઉધીની જેમ ખાતી રહે છે. યોગ કેન્દ્ર અને રીફ્રેશમેન્ટ કોષ કરાવતા લોકો ટેન્શનમાં રાહતની ટેકનીકની સલાહો આપીને પૈસા કમાય છે અને તમને થોડો ઘણો આનંદ થયો હોય તેવી અનુભૂતિ થાય છે. ઘણા લોકો કામના બોઝને હળવો કરવા માટે રજા પર ચાલ્યા જવાની સલાહ આપે છે પણ ખરેખર તો જે લોકો વેકેશનમાં સતત મજા કરતા રહે છે. સવારથી રાત સુધી જોવા લાયક સ્થળે ફરે છે તે લોકો તો કામ કરીને થાકતા હતા તેનાથી વધુ ફરી ફરીને થાકી જાય તેવું લાગે છે.
ચિંતા મુક્ત થવા માટે પોષણ યુક્ત આહાર યોગ, ઉંડા શ્ર્વાસ લેવા, હળવી કસરત, સારા પુસ્તકોનું વાંચન, સંગીત સાંભળવું, રમુજ વૃત્તિ કેળવવી અને ગમતા લોકો સાથે સમય વિતાવવાથી ચિંતા ઉભી પુછડીએ ભાગી જાય છે
ટેન્શન, તણાવ એ સારી વાત નથી પરંતુ કેટલાંક નિષ્ણાંતો માને છે કે જીવનમાં તણાવની થોડી ઘણી માત્રા રહેવું જોઈએ ટેન્શનમાં પરર્ફોમન્સ તો સુધરે પરંતુ જ્યારે હદ વટાવી જાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિથી લઈ તંદુરસ્ત રહેવાની જીજીવીશા ભાંગીને ભુક્ો થઈ જાય છે. ઈટાલીયન લોકો ટેન્શનની વ્યાખ્યા કંઈક અલગ રીતે કહે છે. કંઈ ન કરવાનો આનંદ અને નવરાશ વિતાવવી એ મગજને સૌથી ઉત્પન્ન રજાનો અનુભવ કરાવે છે. કોઈને સમય મર્યાદામાં રહેવું ગમતું નથી પરંતુ કોઈ એવી યોજના જીવનમાં આવતી નથી. આવી એક ક્ષણની રજા પણ મજા કરાવી દે છે. આરામદાયક વેકેશન અંગે ડેવીશની પ્રથમ કવિતા રજા માણવાના વિચારને સારી રીતે સમજાવે છે. તે કહે છે કે, જો જીવન કાળજીથી ભરેલુ હોય તો આ જીવન શું છે. જેને જોવાની પણ તમારી પાસે ફૂરદસ ન હોય.
ટેન્શન લેને કા નહીં દેને કા…, નાના પ્રમાણમાં ટેન્શન કાર્યક્ષમતા વધારવામાં ઉપયોગી, કામ પ્રત્યેની સતર્કતા સારૂ પરર્ફોમન્સ આપે છે, હા વધારે પ્રમાણમાં રહેલુ ટેન્શન રોગચાળા પણ નોતરે છે
ટેન્શનની ઉપાધીથી માત્ર માનવી અને પ્રાણી જ નથી વનસ્પતિઓને પણ ટેન્શનની અસર થાય છે. માણસ અને પ્રાણીઓને ટેન્શન આવતા શરીરના અંતસ્ત્રાવો બદલે છે તેમ વનસ્પતિને પણ ટેન્શન આવતા ઓબસીસીક એસીડનો સ્ત્રાવ શરૂ થાય છે અને ટેન્શનમાં રહેતો છોડ તેનું ઉત્સર્જન કરે છે અને કડકડતી ઠંડી અથવા પાણીના અભાવથી છોડનો મુડ ઓફ થઈ જાય છે અને તેની દેહીક ક્રિયા જોખમમાં મુકાય જાય છે. માણસમાં ટેન્શનનો હોર્મોન્સ એડ્રેનાલીમ પોર્ટીસોલ અને નેર્પીનેફાઈન છે. જેમાં એડ્રેનાલીન એ તણાવની પરિસ્થિતિમાં શરીરને સજાગ કરે છેઆપણા પૂર્વજોને આ હોર્મોન્સ જ જંગલી પ્રાણી લડવામાં અને તેનાથી બચવામાં ભાગવા મદદ કરી હતી. પરંતુ આ હોર્મોન્સ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક વધારે છે. જો કે, હદને વધુ મજબૂતીથી ધબકવાની શક્તિ પણ આપે છે. નેરેનેફાઈન, એડ્રેનેલીન જેવું જ છે. જે ત્વચાની જેમ બિનજરૂરી અંગોમાંથી લોહીને સ્નાયુમાં ખસેડવામાં મદદ કરે છે. મગજ તણાવને ઓળખી લે છે અને તે ગ્રંથીને મેસેજ કરે છે અને ગ્રંથી પોર્ટીશોલ ઉત્પન્ન કરવા એડ્રેનલ ગ્રંથીને સક્રિય કરે છે પરંતુ તે લાંબાગાળે નુકશાન કરે છે.
હતો, આ અંતસ્ત્રાવ લોહીનું દબાણ અને હૃદયના ધબકારા વધારી શરીરને થોડીવાર માટે બળવાન બનાવીને ભાગી જવામાં અને જંગલી પ્રાણીઓ સાથે લડવામાં મદદરૂપ થતો હોવાનું બહાર આવ્યું છે
ટેન્શનથી ઉદ્ભવતા આ અંતસ્ત્રાવ બ્લડપ્રેશર અને ડાયાબીટીશ જેવા રોગને આમંત્રણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ દબાવી દે છે અને ક્યારેક ક્યારેક કામવાસનાને પણ ઓછી કરી દે છે. ટેન્શનની બીજી ઉપાધી ક્રોધ છે. જેનાથી ટેસ્ટોરેસ્ટોન અને કોર્ટીસોલ ઉત્પન્ન થાય છે અને મગજના ડાબા ભાગમાં તેની અસર થાય છે. શરીર પર તાણની ખરાબ અસરોમાં બ્લડપ્રેસર, હૃદયરોગ, અસ્વસ્થતા, હતાશા, વજનમાં વધારો, ખોરાક પાચન ન થવું, યાદ શક્તિ અને એકાગ્રતામાં મુશ્કેલી આવવી, કેટલાક લોકોને પ્રતિકુળ અસર થાય છે. બાળપણના અગાઉના કડવા અનુભવો, ઉપેક્ષા, શારીરિક શોષણના કારણે તણાવ રહેતો હોય, ટેન્શનની ઘટનાઓ જીવનને ખલેલ પહોંચાડી દે છે. ટેન્શનમાં આવનાર વ્યક્તિને પોતાની સાથીદારો, મિત્રો તુચ્છ લાગે છે. સમયસર નોકરી પૂર્ણ કરી શકતા નથી. કાર્યશ્રમ બનવાની મથામણમાં લોકો સતત ટેન્શનમાં રહે છે. આવા લોકોને ક્યારેક ક્યારેક આરામ કરી લેવો જોઈએ. ટેન્શન માટે તંદુરસ્ત આહાર લેવો, યોગ, રમુજ વૃતિ અને મિત્રો સાથે સમય વિતાવવાથી ટેન્શન ઓછુ થાય છે. જીવનમાં થોડું ઘણુ ટેન્શન સતત સતર્કતા વધારવામાં કામ આવે છે. પરફોર્મન્સ શરૂ કરવા ચિંતીત રહેવું જોઈએ.