અત્રેના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં સ્ટેડિયમ ખાતે રમાયેલા રિલાયન્સ જી.૧ અંડર ૨૩ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે ગુજરાતનો ૧૨૧ રને વિજય થયો હતો. ગુજરાતની ટીમ ચેમ્પીયન બની હતી.સૌરાષ્ટ્ર ગુજરાત વચ્ચેના રિલાયન્સ જી.૧ અંડર ૨૩ વનડે ટુર્નામેન્ટમાં ગુજરાતને ટોસ જીતી દાવ આપવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ૫૦ ઓવરમાં ૩૨૧ રન કરી ઓલ આઉટ થયું હતુ.ઉર્વિલ પટેલે ૧૦૭ દડામાં ૧૬ ચોકકા સાથે ૧૦૭ રન કર્યા હતા. જયારે સૌરવ ચૌહાણે ૭૪ દડામાં ૬ ચોકકા અને છ છગ્ગા સાથે ૬૮ રન કર્યા હતા. હેમાંગ પટેલે ૨૪ દડામાં ૨૭ રન કર્યા હતા. અક્ષય પાંડેએ ૧૧ દડામાં બે ચોકકા અને ૧ છગ્ગા સાથે ૨૪ રન કર્યા હતા.દિવ્યેશ દોંગાએ ૭ ઓવરમાં ૫૫ રન આપી ૪ વિકેટ લીધી હતી. અમિત રંજને ૧૦ ઓવરમાં ૬૦ રન આપી બે વિકેટ લીધી હતી. દેવાંગ કરમટાએ ૧૦ ઓવરમાં ૬૧ રન આપી બે વિકેટ લીધી હતી.જીતવા માટે ૩૨૨ રન કરવા સૌરાષ્ટ્રે પ્રયત્નો કર્યા પણ ૨૦૦ રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી કેવીન જીવરાજાનીએ ૪૯ દડામાં ૫ ચોકકા અને એક છગ્ગા સાથે ૪૩ રન ર્કા હતા. દેવદંડે ૫ ચોકકા અને બે છગ્ગા સાથે ૪૨ રન કર્યા હતા.અમિત રંજને ૨૮ દડામાં ૨૩ રન કર્યા હતા. કુશ પટેલે ૭.૨ ઓવરમાં એકમેઈડન સાથે ૨૩ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ઉમંગ ટંડેલ અને હેમાંગ પટેલે બે બે વિકેટ લીધક્ષ હતી આમ સૌરાષ્ટ્ર સામે ગુજરાતનો ૧૨૧ રને વિજય થયો હતો. ગુજરાતની ટીમ ચેમ્પીયન બની હતી.રિલાયન્સજિ.૧ ક્રિકેટ ટુર્નામેન્ટનાં વિજેતા ગુજરાત ટીમને સંયુકત રીતે રૂ.૧ લાખનો ચેક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ, સેક્રેટરી હિમાંશુ શાહે અર્પણ કર્યો હતો.આ તકે જયદેવ શાહે બંને ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજયી બનવા બદલ ગુજરાતની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે કોરોનાના કપરા સમયમાં રિલાયન્સ અને ગુજરાત ક્રિકેટ એસોસીએશને પહેલ કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજતા ખેલાડીઓને પોતાનું કૌવત બતાવવાની તક મળી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ગુજરાત ક્રિકેટ એસો. અને બરોડા ક્રિકેટ એસો.ના સહયોગથી આ કપરા સમયમાં ક્રિકેટરોને પ્રેકટીસની તક મળી હતી આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો પ્રારંભ થઈ જશે તેવી તેમણે આશા વ્યકત કરી હતી.હિમાંશુ શાહે રિલાયન્સ જી.૧ ટુર્નામેન્ટ અંડર ૧૬, અંડર ૧૯, અને અંડર ૨૩ના સફળ આયોજન બદલ જોડાયેલા ક્રિકેટ એસો.નો તથા સ્પોન્સરનો આભાર વ્યકત કર્યો હતો. સારા દેખાવ બાદ ટીમના સભ્યો તથા ટુર્નામેન્ટમાં સહકાર બદલ મેચ અધિકારીઓનો પણ આભાર માન્યો હતો. રનર્સ અપ ટ્રોફી તથા રૂા.૫૦ હજારનો ચેક ગુજરાત ક્રિકેટ એસો.ના સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટના હસ્તે અપાયો હતો. તેમણે બંને ટીમને અભિનંદન આપ્યા હતા.
સૌરાષ્ટ્ર સામે ૮૯ રને જીતી ગુજરાત ચેમ્પિયન
રિલાયન્સ જી-૧ અંડર-૧૯ વનડે ટુર્ના.
શહેરનાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડિયમ પર રમાયેલા રિલાયન્સ જી.૧ અન્ડર ૧૯ વનડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામે ૮૯ રને વિજય મેળવી ગુજરાત ચેમ્પીયન બન્યું હતુ.રિલાયન્સ જી.૧ અંડર ૧૯ વનડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર ગુજરાત વચ્ચે રમાયો હતો.સૌરાષ્ટ્ર ટોસ જીતી દાવ દેવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતની ટીમે ૫૦ ઓવરમાં ૨૨૭ રન કર્યા હતા. વેદપટેલે ૮૯ દડામાં ૮૧ રન ર્કા હતા. જેમાં ૧૦ ચોકકા અને એક છગ્ગો હતા પ્રિયેશ પટેલે ૧૦૩ દડામાં ૮ ચોકકા સાથે ૬૪ રન કર્યા હતા.સ્મિતે ૨૪ દડામાં ૩૧ રન કર્યા હતા. જેમાં ૩ ચોકકા અને એક છગ્ગો હતા આદિત્યે ૯ ઓવરમાં ૪૪ રન આપી ૯ વિકેટ ઝડપી હતી. આદિત્યરાજ રાઠોડે બે વિકેટ લીધી હતી. યુવરાજસિંહ શિનોલ, નીલ પંડયા અને ધવલ પંડયાએ એક એક વિકેટ લીધી હતી.જીતવા માટે ૨૭૮ રન કરવા સૌરાષ્ટ્રની ટીમ મેદાનમાં ઉતરી હતી પણ ૪૬.૨ ઓવરમાં ૧૮૮ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. હેત્વિક કોટકના ૮૯ દડામાં ૬ ચોકકા સાથે નોટ આઉટ ૬૦ રન હતા પ્રશમ રાજદેવે ૩૯ દડામાં ૩૩ રન કર્યા હતા. પ્રિસન વાઢીયાએ ૩૦ રન કર્યા હતા.
અમિત દેસાઈએ ૮ ઓવરમાં ૩૬રન આપી ૪ વિકેટ લીધી હતી. આર્ય રાઠોડે બે વિકેટ લીધી હતી. આમ સૌરાષ્ટ્ર સામે ગુજરાતનો ૮૯ રન વિજય થયો હતો. અને રિલાયન્સ જી.૧ અંડર ૧૯ વનડે ટુર્નામેન્ટમાં વિજય બની હતી.