શાપર વેરાવળમાં આવેલી પડવલા જીઆઇડીસીમાં રોડ પર વાહનની રાહ જોઈ ઉભેલા આધેડને ટ્રકે ઠોકરે ચડાવ્યા બાદ પાછલા વહીલના જોટામાં કચડી નાંખી નાશી છૂટ્યા અંગેની ફરિયાદ તેના ભત્રીજાએ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અકસ્માતના બનાવ અંગે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ શાપરના લાલબાગ પમ્પીગ સ્ટેશનમાં રહેતા સોનુ કંહૈયા કહાર ( ઉ.વ ૨૩ )એ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં અકસ્માતમાં તેના કાકા બબલુ કિશોર કહારને કચડી નાંખી મોત નિપજાવનાર અશોક લેલન ટ્રક જી.જે.૦૩ ડબ્લ્યુ ૭૭૭૭ સામે અકસ્માત સર્જ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.પી.એસ.આઈ વી.બી. બારસિયા એ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પડવલા જીઆઇડીસી ઈશ્વર કાંઠા રોડ પર બબલુ કિશોર કહાર ( ઉ.વ ૨૩) એ રિક્ષાની રાહ જોઈ ઉભો હતો. ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા અશોક લેલન ટ્રકના ચાલકે શ્રમિકને હડફેટે લઈ પાછળના જોટામાં કચડી નાંખી નાશી છૂટ્યો હતો. શ્રમિકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પોલીસે નાશી છૂટનાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
Trending
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું
- Gir Somnath : નજીક વેણેશ્વર રોડ પર ડીમોલેશન મામલે કરાયો વિરોધ