ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની આગામી મે માસમાં પરીક્ષા યોજાનાર છે. ત્યારે હવે કોરોનાની મહામારી પણ ઓછી થતાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દેવામાં આવે છે. કોરોનાને લીધે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ પણ મોડી લેવામાં આવનાર છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે યાદી બહાર પાડવામાં આવી છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજથી આગામી ૧૨મી માર્ચ સુધી બોર્ડની વેબસાઈટwww.gs eb.org પર ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત નાપાસ થયેલા અને રીપીટર વિદ્યાર્થીઓ પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી ત્યારે આજે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા માટે સાઈટ ઓપન કરી છે અને વિદ્યાર્થીઓ એક માસના સમયગાળા સુધીમાં પોતાના ફરીક્ષા ફોર્મ ભરી દેવાના રહેશે.
Trending
- PAN 2.0: QR કોડ સાથેનું નવું PAN કાર્ડ, જાણો તેમાં શું છે ખાસ, કેટલો ચાર્જ લાગશે?
- માત્ર 5 મિનિટ સુધી ઊંડો શ્વાસ લેવો એ શરીર માટે ‘સૌથી શક્તિશાળી દવા’
- IPL મેગા ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી
- ICSE વર્ગ 10 બોર્ડ પરીક્ષા 2025: તારીખથી લઈને સંપૂર્ણ ટાઈમટેબલ વિશે…
- ઈન્ડિયન મેડિકલ એસો.ના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ડો.દીપેશ ભાલાણીની વરણી
- આઇસીએ ગ્લોબલ કોન્ફરન્સનો આરંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- વૃક્ષો ,નદી ,પ્રકૃતિના તમામ તત્વો બોલે છે પણ આપણે સાંભળી શકતા નથી: પૂ. મોરારિબાપુ
- પાઈન નટ્સ આર્થરાઈટિસના દુખાવામાં રામબાણ ઈલાજ, તેને રોજ ખાવાથી મળશે આટલા ફાયદા