ભારતના પ્રથમ યુવી નેનો ટેકનોલોજીવાળા ઈયર બડ્સ ૯૯ ટકા બેકટેરીયાથી સુરક્ષિત: બજારમાં ૫ જૂનથી મળશે
ગ્રાહકોમાં આરોગ્ય પ્રત્યેની વધતી જતી જાગૃતિને કારણે એલજી પ્રસ્તુત કરે છે અત્યંત આધુનિક સાચા અર્થમાં વાયરલેસ ઈઅરબસ એચબીએસ-એફ એન-૭ અને એચબીએસ એફ એન-૬ આ નવા અને અનોખા યુવી નેનો ચાર્જિંગ ક્રેડળયુક્ત છે ,અસ્ટ્રાવાયોલેટ લાઈટ સાથે મળે છે. આ ચાર્જિંગ દરમ્યાન જ ઇઅરબડ્ઝના ૯૯%બેક્ટરિયાનો નાશ કરી નાખે છે અને યુઝર આખો દિવસ તાજગીસભર રાખે છે.આના કેસમાં ઉપર એલઈડી લાઈટિંગ સાથે આવે છે જેથી આનું ચાર્જિગ લેવલ અને યૂવીનેનોસ્ટેટસનું સંપૂર્ણ ધ્યાન રાખવું વધુ સરળ બની રહે છે આમાં અનેકવિધ ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમ કે એક્ટીવ નોઈઝ કેન્સલેશન મેરિડિયન તરફથી ટ્યુન કરવામાં આવેલ સુંદર અવાજ, અત્યંત ચમકદાર અને કારીગરીથી બનાવવામાં આવેલા આકર્ષક ડિઝાઈનજેવા ફીચર્સ સામેલ છે. આના નવા મોડલ્સ ઉપભોગકર્તાને જબરદસ્ત અવાજનો અનોખા આનંદનો કરાવે છે. એચબીએસ એફએન-૭ અને એચબીએસ એફ એન-૬ અદ્યતન એલજી ટોન ફ્રી ટેક્નોલોજીની છે જે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ યુક્ત અતિ ઉચ્ચતમ સાઉન્ડ પૂરો પાડવામાં સહયોગી અને એલજીના વિશ્વસનીય પાર્ટનર સુપ્રસિદ્ધ બ્રિટિશ ઓડિયો ટેકનોલોજી કંપનીની દેન છે. મેરિડિયન આ ટેક્નોલોજી છેલ્લા ૨૫ વર્ષથી ઉપયોગમાં લે છે. એલજી ટોન એફએન-૭ એ માત્ર લાઉડ સ્પીકરમાંથી અવાજ માત્ર શ્રોતાઓને સાંભળવામાં આનંદ આપવા પૂરતો નથી પરંતુ અણી શુદ્ધ સ્પષ્ટ સાથે મધુર ધ્વનિ આપે છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઈસીસમાં ઉપલબ્ધ એલજી ટન ક્રિએપ દ્વારા મેળવી શકાય છે. મેરેડીયનની ઈક્યુ સાઉન્ડ સેટિંગ ઉપભોગકર્તાને શ્રવણનો અગમ્ય આનંદસભર અનુભવ આપે છે. અતિ અદ્યતન એલજી ટોન એફએન-૭ના એક્ટિવનોઈસ કેન્સલેશન સાથે આવે છે. આ વિશેષરૂપે રોજબરોજના ઘોંઘાટને ઓછા કરવા માટે વિશેષ રૂપે ડિઝાઈન કરવામાં આવ્યા છે.એલજી ટોન ફ્રી રક્ષ-૨ના દરેક બસમાં આવેલ ત્રણ માઈક્રોફોન દરેક દિશામાંથી આવતા વધુ પડતાઅવાજ, ઘોંઘાટને ઘટાડી નાખે છે. એલજી ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લી. ના ઈન્ડિયા ૩ના સેલ્સ હેડ સુરેન્દર સચદેવા અને રિજનલ બિઝનેસ હેડ ગુજરાત નિખિલ સુથારીયાએ જણાવ્યું કે ગ્રાહકો માટે કોઈ પણ નવી પ્રોડક્ટ ખરીદતી વખતે આરોગ્ય સારસંભાળ બાબત બહુ જ અગત્યની બની ગઈ છે. અમે અતિ અદ્યતન આગવી યૂવી નેનો અને મરેડિયન ટેક્નોલોજી સાથે એલજીટોન ફ્રી એલજી વાયરલેસ ઈઅર બડ્સ પ્રસ્તુત કરતા આનંદ અનુભવીએ છીએ. બીએમ ડિવિઝન એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા દ્વારા જણાવાયું કે એલજીએ હંમેશા શ્રેષ્ઠ અદ્યતન ટેક્નોલોજીની પ્રોડક્ટ જ ગ્રાહકોને આપવી અને ગ્રાહકોને હંમેશા ખુશ રાખવા, એલજી હંમેશા એ વચનને વળગી રહ્યું છે. અમારી આ નવી અદ્યતન ટોન ફ્રી પ્રોડક્ટનો સંદેશ લોકો સુધી પહોંચાડવા મહાન સુપ્રસિદ્ધ ગાયક અને રેપર “બાદશાહને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે.અમને ખાતરી છે કે યુવાઓ માટે આ આનંદમય બની રહેશે.
અણીશુદ્ધ સ્પષ્ટ અને મધુર ધ્વનિ આપે છે
નાનું છતાં આગવું એલજી ટોન ફ્રી એફએન-૭ અને એફસએન-૬ ક્રેડલ અત્યંત નાજુક ડિઝાઇનમાં આવે છે જે માત્ર હથેળીમાં સમાઈ જાય છે અને બે વિવિધ રંગોમાં આવે છે. સ્ટાઈલિશ બ્લેક અને મોર્ડન વ્હાઈટ,આગવી ડિઝાઈન સાથેના ઈઅર બડ્સ એવા સરસ બનાવવામાં આવ્યા છે કે સરળતાથી કાનમાં સમાઈને ગોઠવાઈ રહે. ગ્રાહકો આ ઈઅર બડ્સ એચબીએસ એફએન-૭ અને એચબીએસએફ એન-૬ બંને મોડલ ૫ જૂનથી ખરીદી શકશે બંને મોડલની કિંમત રૂ.૧૮,૯૯૦/-અને ૩,૨૯૦/-અનુક્રમે છે. બન્ને મોડલ્સ સ્ટાઈલિશ બ્લેક અને મોડર્ન વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે તેમ જણાવ્યું છે.