કોંગ્રેસનો સાથ છોડી આવનારને પણ ભાજપે સાચવી લીધા
છેલ્લાં ચાલીસ વષઁ થી નગરપાલિકા માં ભાજપ નો ભગવો લહેરાતો હોય ગોંડલ ભાજપ નો ગઢ ગણાય છે.નગરપાલિકા માટે આજે ભાજપ નાં ઉમેદવારો જાહેર થતાં કુલ ૪૪ બેઠકો માટે ભાજપ દ્વારા ૧૧ સીટીંગ સદસ્યો ને રીપીટ કરી ૩૩ નવાં ચહેરાં ને મેદાનમાં ઉતાર્યા છે.સીટીંગ સદસ્યો અપઁણા બેન આચાર્ય, રાજેન્દ્રસિંહ જાડેજા,ગૌતમભાઇ સિંધવ, અનિતાબેન રાજ્યગુરુ, હષઁદભાઇ વાઘેલા, હાજરાબેન ચૌહાણ, ચંદુભાઇ ડાભી, આસીફભાઇ ઝકરીયા, રંજનબેન સરધારા, કૌશિકભાઈ પડાળીયા અને જગદીશભાઇ રામાણીને રીપીટ કરાયાં છે.ભાજપનાં નવાં માપદંડને કારણે સિનીયર ગણાતાં પૃથ્વીસિંહ જાડેજા, મુકતાબેન કોટડીયા, મનિષાબેન સાવલીયા, નિમઁળાબેન ધડુક કપાયા છે. ભાજપ તમામ ૪૪ બેઠકો જીતવાનો દાવો શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા દ્વારા કરાયો છે. ગોંડલ ભાજપ દ્વારા ૩૨ નવા ચહેરાઓ ને ચૂંટણી ના મેદાન માં ઉતારવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ નો હાથ છોડી ભાજપ નો ખેસ ધારણ કરનાર ઓમદેવસિંહ જાડેજા, નિલેશભાઈ કાપડિયા, શૈલેષભાઇ રોકડ અને રાજુભાઇ ચૌહાણ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ સિનિયોરિટી માપ દંડમાં પૃથ્વીસિંહ જાડેજા બાદ થતા તેમના પુત્ર ક્રિપાલસિંહ જાડેજા, મુક્તાબેન કોટડીયા ની જગ્યા એ પુત્રવધુ શીતલબેન કોટડીયા, નિર્મળાબેન ધડુંકની જગ્યાએ પુત્રવધુ સોનલબેન ધડુંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનિલભાઈ માધડે પારિવારિક કારણ દર્શાવતા તેમના મોટા બહેન હંસાબેન માધડને ટીકીટ આપી ભાજપે ખીચડીમાંધી સમાવી લીધું છે.
રાજીનામુ આપનાર અને ભાજપની ટિકિટ ન મેળવનાર મહિલાને કોંગ્રેસની ટિકિટ
ભાજપથી નારાજ પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસીયા એ એક વર્ષ પહેલા જ ભાજપ માંથી રાજીનામુ આપી દીધું હતું જ્યારે ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્નાની ભાજપે ટિકિટ કાપતા કોંગ્રેસે મોકો ન ચુકી બંને ભાજપી મહિલા સદસ્યાઓ ને ટિકિટો આપી છે. ગોંડલ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા માટે વોર્ડ નંબર ૩ માં ગીતાબેન જયસુખભાઇ પારઘી, કુલદીપસિંહ કનકસિંહ જાડેજા, અફઝલ યુસુફભાઈ પર્યટ, વોર્ડ નંબર ૫ જાગૃતિદેવી વિક્રમભાઈ પરમાર, નમ્રતાબેન મોહિતભાઇ પાંભર, સંદીપભાઈ અરવિંદભાઈ હિરપરા સતિષભાઈ નાથાભાઈ વસંત, વોર્ડ નંબર ૬ માં પ્રવિણાબેન જયસુખભાઈ વઘાસિયા ઇલાબેન લલિતભાઈ પટોળીયા, આશિષભાઈ રસિકલાલ કુંજડીયા, વોર્ડ નંબર ૮ માં અંજનાબેન યજ્ઞેશભાઇ ઠુંમર, માનસીબેન અંકુરભાઇ સાટોડીયા, જય મનસુખભાઈ નંદપરા, ભાવેશભાઈ પરસોત્તમભાઈ રાખોલીયા, વોર્ડ નંબર ૯ માં સોનલબેન જયેશભાઈ હિરપરા, જયશ્રીબેન મુકેશભાઈ શિંગાળા, પંકજભાઈ રણછોડભાઈ ડોબરીયા, દીપકભાઈ પોપટભાઈ પટેલ, વોર્ડ નંબર ૧૦ માં ધર્મેશભાઈ જયંતીભાઈ બુટાણી, ક્રિષ્નાબેન રાજેશભાઈ તન્ના જ્યારે વોર્ડ નંબર ૧૧ માં કાજલબેન પ્રશાંત ભાઈ રાઠોડ રમેશભાઇ દેવજીભાઇ રૈયાણી અને મહેશભાઈ જીવરાજભાઈ દેસાઈ ના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા.